#Vigilance raid on famous TCS hookah bar near Gujarat CollegeVigilance raid on famous TCS hookah bar near Gujarat College

igilance raid on famous TCS hookah bar near Gujarat College

અમદાવાદ
અમદાવાદ શહેરમાં ગુજરાત કોલેજ પાસેના ટીસીએસ હુક્કાબાર પર વિજિલન્સની ટીમે રેડ કરી છે, જ્યાં બે મહિલા સહિત અન્ય લોકો હુક્કાની મજા માણતા હતા. પોલીસે રેડ બાદ હુક્કાના સેમ્પલ કબજે કર્યા છે. અહીં રોજ સાંજે અંધારું થતાં જ પોલીસકર્મીઓ મહેફિલ માણવા માટે ભેગા થઈ જતા હતા. કવિ અને કવ્વાલની મહેફિલમાં આખા અમદાવાદ શહેરનો હિસાબ થતો હતો. અહીં કોણ આવતું અને કોણ શું કરતું એ જાણવા માટે વિજિલન્સ વિભાગે ટીસીએસનાં સીસીટીવી અને ડીસીઆર પણ કબજે કર્યા છે. આ કવિ અને કવ્વાલ સામે શહેરના એક ઉચ્ચ અધિકારી આકરા પાણીએ હતા. અમદાવાદ શહેરમાં ગુજરાત કોલેજની બાજુમાં સ્થિત ટીસીએસ હુક્કાબાર ખૂબ જાણીતો છે.

આ હુકા બાર પર અંધારું થતાં જ શહેરના અને અલગ અલગ એજન્સીઓના પોલીસકર્મીઓ હુક્કાની લહેજત માણવા માટે ભેગા થાય છે. થોડા સમય પહેલાં રિનોવેશનનું કામ ચાલતું હોવાની વાતની વચ્ચે નીલ રેડ કરવામાં આવી પછી કોઈ દબાણના કારણે બધું દબાઈ ગયું હોય એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. અહીં હુક્કો પીવા બેઠેલા લોકો હોવાની જાણ સ્થાનિક પોલીસને નહીં, પણ વિજિલન્સને થઈ હતી. સ્થાનિક પોલીસ અહીં દરેક બાબતમાં નજરઅંદાજ કરતી હોય એવું લાગી રહ્યું હતું. રેડ કરી ત્યારે અહીં એક-બે નહીં, પણ બે મહિલા સહિત કુલ ૨૦ લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી અને ડીવીઆર કબજે કર્યા છે, જેમાં અહીં રોજ આવતા લોકોના ફૂટેજ છે. આ ફૂટેજમાં કયા મોટા લોકો કોણ કોણ શંકાસ્પદ લોકો અહીં રાતે બેસતા હતા એ પણ પોલીસ તપાસમાં બહાર આવી જશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરની બે વ્યક્તિ કવિ અને કવ્વાલના નામે જાણીતી છે, જે અહીં અંધારું થતાં હૂક્કાની મહેફિલમાં ગોઠવાઈ જાય છે.

You missed

Translate »
error: Content is protected !!