ભારતના એજન્ટોએ લોકેશન શેર કરવાનું કહેતા પાકિસ્તાની એજન્ટે ગુજાર્યો હતો દંપત્તી પર અત્યાચાર
ઈરાનમાં ગુજરાતી દંપતીના અપહરણ કેસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર દંપતી ઈરાન પહોંચતા પાકિસ્તાની એજન્ટે ભારતમાં રહેલા એજન્ટોને ફોન કરીને કહી દીધુ હતું કે- બંનેને પહોંચાડી દીધા છે. જેથી ભારતના એજન્ટોએ લોકેશન શેર કરવાનું કહેતા પાકિસ્તાની એજન્ટે પંકજ પટેલ પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધુ હતું. પાકિસ્તાની એજન્ટે તેમની પાસે રૂપિયાની માગ કરી હતી, પરંતુ પંકજ પટેલે રૂપિયા આપવાની ના પાડતા પાકિસ્તાની એજન્ટે ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. એજન્ટોએ પંકજ અને નિશાને તેહરાનની એક હોટલમાં રાખ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસમાં હવે ક્રાઈમ બ્રાન્ચ અને ઝ્રૈંડ્ઢ ક્રાઈમ પણ જાેડાઈ છે.ઈરાનમાં બંધક બનાવાયેલ દંપતી મુક્ત થઇ ગઇકાલે અમદાવાદ પરત આવ્યા હતા. ચાર મહિનાની ગર્ભવતી નિશાને હેમખેમ પરત પહોચાડવા બદલ પરિવારે હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. જેમાં પીડિત પંકજ પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે પત્નિ નિશાએ કહ્યુ – અહીંયાઅમે સેફ પહોંચી ગયા છીએ. તેમજ ક્રાઇમ બ્રાંચ અમદાવાદ અને હર્ષ સંઘવી સાહેબનો અમે ખુબ ખુબ આભાર માંનીએ છીએ કે અમને સેફ અહીંયા લાવ્યા.