The Supreme Court was surprised about the gift of 1 thousand crores to doctors for the sale of Dolo-650 drugThe Supreme Court was surprised about the gift of 1 thousand crores to doctors for the sale of Dolo-650 drug

The Supreme Court was surprised about the gift of 1 thousand crores to doctors for the sale of Dolo-650 drug

ડોક્ટરોને દવા કંપનીઓ તરફથી મળનારી ભેટને લઈને એક પીઆઈએલની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે જેને સાંભળીને જજ પણ ચોંકી ગયા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટર ભેટ લઈને દવાની સલાહ આપે છે, તેણે તે માટે જવાબદાર પણ હોવું જાેઈએ. ઉદાહરણ તરીકે ડોલો-૬૫૦ જેને હંમેશા તાવમાં આપવામાં આવે છે. કહેવામાં આવ્યું કે આ દવાનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને ૧ હજાર કરોડની ભેટ આપવામાં આવી. જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચે કહ્યુ- આ ખુબ ગંભીર મામલો છે. બેંકે સરકાર પાસે ૧૦ દિવસની અંદર જવાબ માંગ્યો છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ, આ સાંભળીને સારૂ લાગી રહ્યું નથી. જ્યારે મને કોરોના થયો હતો ત્યારે આ દવા લેવાનું કહેવામાં આવ્યું હતું. આ ખુબ ગંભીર મામલો છે. ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી આ અરજી કરવામાં આવી છે. ફેડરેશન તરફથી રજૂ થયેલા વકીલ સંજય પારિકે કહ્યુ, ડોલોએ ડોક્ટરોને ૧ હજાર કરોડ રૂપિયાની ફ્રી ભેટ આપી જેથી તેની દવાનું પ્રમોશન થાય. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ (ઝ્રમ્ડ્ઢ્‌) એ પણ દરોડા બાદ દાવો કર્યો કે નિર્માતા ઘણા પ્રકારની અનૈતિક ગતિવિધિઓ કરે છે. સીબીડીટીએ કહ્યું હતું કે ૩૦૦ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પણ કરવામાં આવી છે. એજન્સીએ કંપનીના ૩૬ સ્થળો પર દરોડા પાડ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું કે જાે આ પ્રકારના કામ કરવામાં આવે છે તો ન માત્ર દવાના ઓવર યુઝના કેસ વધશે પરંતુ દર્દીના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી શકે છે. આ પ્રકારના કૌભાંડથી માર્કેટમાં દવાઓની કિંમત અને મતલબ વગરની દવાઓની પણ સમસ્યા ઉભી થાય છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો કે કોરોના મહામારીના સમયમાં આવી દવાઓનું વધુ પ્રમોશન કરવામાં આવ્યું અને અનૈતિક રીતે માર્કેટમાં સપ્લાય કરવામાં આવી. પહેલા પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે આ મામલામાં જવાબ માંગ્યો હતો પરંતુ અત્યાર સુધી એફિડેવિડ દાખલ કરવામાં આવ્યું નથી. કેન્દ્ર તરફથી રજૂ સોલિસિટ જનરલ કેએમ નટરાજે કહ્યુ કે જવાબ લગભગ તૈયાર છે. હવે ૨૯ સપ્ટેમ્બરે આ મામલાની સુનાવણી થવાની છે.

You missed

Translate »
error: Content is protected !!