બાપુનગરમાં દારૂના અડ્ડા ઉપર ખેલાયો ખૂની ખેલબાપુનગરમાં દારૂના અડ્ડા ઉપર ખેલાયો ખૂની ખેલ

અમદાવાદ શહેર માં દિવસેને દિવસે ક્રાઈમ વધતો જાય છે તેનું કારણ છે પોલીસ અધિકારી દ્વારા રાખવામાં આવેલ વહીવટદાર આ વહીવટદાર ની પોસ્ટ કાયદેસર નથી પરંતુ પોલીસ અધિકારીઓ પગારમાં સંતુષ્ટ ન હોવાથી વહીવટદારો રાખી લાખો રૂપિયા ઉઘરાવતા હોય છે આનું એ જ કારણ છે કે ભ્રષ્ટાચાર સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર ના રાજમાં માજા મૂકી ગયો છે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર સટ્ટટા જેવી ગુનાખોરી પ્રવૃત્તિઓ કરવા માટે ગુનેગારોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ પ્રોત્સાહન આપવા માટે બહારથી એક વહીવટદાર મુકેશ ચૌધરી નામનો શખ્સ બાપુનગરમાં આવી ક્રિમિનલોને બેસાડી ગુના કરાઈ રહ્યો છે એક બાજુ સરકાર કહે છે કે ગુના અને ગુનેગારને છોડવામાં નહીં આવે .

રક્ષક જ ભક્ષક બની બેઠો છે તેનું જાગતું ઉદાહરણ છે કે આ દારૂના અડ્ડા ઉપર એક ઠાકોર સમાજના માણસનું ખૂન થયું જો પોલીસે આ દારૂના અડ્ડા ને મૌખિક પરવાનગી ના આપી હોત અને રૂપિયા ઉઘરાવવા વહીવટદાર મુકેશ ચૌધરી ના રાખ્યો હોત તો આ જગ્યાએ ખૂન ના થાય અને કોઈના ઘરનું ચિરાગ ના બુજાત પરંતુ બાપુનગર પી. આઈ અને તેના વહીવટદાર મુકેશ ચૌધરીને રૂપિયા ઉઘરાવવામાં જ રસ હોય . તમારા છોકરાઓ મરે નશા કરે એમાં મુકેશ ચૌધરી નું કશું બગડતું નથી પરંતુ મુકેશ ચૌધરીને હપ્તા આપો અને ધંધો કરો તેવું ફરમાન મુકેશ ચૌધરી ચલાવી રહ્યો છે નોકરી એસઓજી ક્રાઈમ બાજુ છે પરંતુ વહીવટ બાપુનગરમાં કરી બાપુનગરને ગુનાનું હબ બનાવી રહ્યો છે હવે શું પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ

ખૂન થવાનું કારણ દેશી દારૂનો અડ્ડો અને તેને ચલાવવી પરવાનગી આપનાર મુકેશ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરશે ? કે પછી મુકેશ ચૌધરીને બીજા દારૂના અડ્ડાઓ ચલાવી અને બાપુનગરના માસુમ દીકરાઓના ખૂન કરાવવા માટે પ્રેરિત કરશે ?નશા ના વ્યાપારમાં બાપુનગરમાં થઈ રહ્યા છે ખૂની ખેલ

One thought on “બાપુનગરમાં ચંદુલાલ ની ચાલીમાં દારૂના અડ્ડા ઉપર ખેલાયો ખૂની ખેલ”

Comments are closed.

You missed

Translate »
error: Content is protected !!