૪૦૦૦ પાટીદાર સિનિયર સિટીઝન સાથેની એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રાનો પ્રારંભ થયો છે. શંખલપુરથી નીકળેલી તીર્થયાત્રા દ્વારકા, સોમનાથ થઈ રવિવારે ખોડલધામ પહોંચશે. શંખલપુર મંદિરે ૬૦૦૦ લોકોની હાજરીમાં સમૂહ આરતીથી દિવ્ય માહોલ રચાયો છે. એક સાથે ૪,૦૦૦થી વધુ સિનિયર સિટીઝન્સ સાથેની પાટીદાર સમાજની સમગ્ર એશિયાખંડની સૌથી મોટી અને વિરાટ તીર્થયાત્રાનો આજે શુક્રવારે સાંજે મા બહુચરના ધામ શંખલપુરથી પ્રારંભ થયો હતો. આ પહેલાં ગ્રામજનો દ્વારા વડીલોનું ભવ્યાતિભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું હતું. બાળાઓ દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી. જ્યારે રાત્રે મા બહુચરના મંદિરે ધ્વજારોહણ બાદ મહા આરતીથી દિવ્ય માહોલ રચાયો હતો. ૪૨ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત આ ઐતિહાસિક તીર્થયાત્રામાં વડીલોને લાવવા લઈ જવા માટે ૧૧૫ સ્લીપિંગ કોચ લક્ઝરી સામેલ છે, ૮૫૦થી વધુ સ્વયંસેવકોની ટીમ સાથે છે.
તીર્થયાત્રા શનિવારે સવારે દ્વારકા પહોંચશે. જ્યાં દિવસની છેલ્લી ધજા કે જેનું ખૂબ મહત્વ છે તે વડીલો દ્વારા ચડાવવામાં આવશે. ત્યાર બાદ દરિયાકિનારે વડીલ વંદના અને લોકડાયરો યોજાશે. રવિવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી સાંજના કાગવડ ખોડલધામ ખાતે દર્શન અને ધજારોહણ બાદ વડીલો પરત વતન ફરશે. તીર્થયાત્રા એકસાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે ૧૩૦૦ કિલોમીટરની સામુહિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા એશિયાખંડની સૌથી મોટી અને ઐતિહાસિક હોવાથી આયોજક બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠનને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના ૫૩ ગામોમાં ફેલાયેલા ૪૨ લેઉવા પાટીદાર સમાજના વડીલો તીર્થયાત્રા પર નીકળશે. ૬૦ થી વધુ વર્ષના વડીલો માટે આ તીર્થયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ૪૦૦૦ થી વધુ વડીલો જાેડાશે. આ તમામ વડીલોને શંખલપુર ટોડા બહુચર માતા મંદિરથી દ્વારકા, સોમનાથ અને ખોડલધામની યાત્રા કરાવશે. જે પાટીદારોના મહત્વના ધાર્મિક સ્થાનો છે. ૨૮થી ૩૦ જુલાઈ ત્રિદિવસીય તીર્થયાત્રાનું ૪૨ લેઉવા પાટીદાર યુવા સંગઠન, પાટણ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાની મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે. આ તીર્થયાત્રા રેકોર્ડબ્રેક બની રહેશએ. ૨૮ જુલાઈના રોજ પાટણ અને મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના ૫૩ અલગ અલગ ગામોમાંથી સાંજે ૪.૦૦ લકઝરી બસો ઉપડશે. આ માટે દ્વારકામાં ખાસ આયોજન કરાયું છે. જેમાં વડીલોનું સન્માન કરાશે. આ પ્રસંગે લોકડાયરો પણ યોજાશે. યાત્રામાં ઉમર પ્રમાણે કેટેગરી બનાવવામાં આવી છે.