અસામાજિક તત્વોએ પોલીસની ફરજમાં દખલગીરી કરીને તેમને પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની એવી છે કે શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલ ની ચાલી માં દેવદિવાળી નિમિતે ગરબા નું આયોજન કરવા માં આવ્યું હતું..આ ગરબા ની પરવાનગી શાહીબાગ પોલીસે 10 વાગ્યા સુધી ની આપી હતી તેમ છતાં ચાલી ના લોકોએ વહેલા સવાર સુધી ગરબા શરૂ રાખ્યા હતા. જેથી કોઈ સ્થાનિક એ પોલીસે કંટ્રોલ રૂમ માં જાણ કરતા શાહિબાગ પોલીસે ની એક ટીમ સ્થળ પર જઈ ગરબા બંધ કરવા માટે પોહચી હતી.
ત્યારે હીરાલાલ ચાલી ના લોકો એ પોલીસે ને ગરબા બંધ કરવા નો ઇનકાર કરતા પોલીસે સાથે ઘર્ષણ કરવા નું શરુ કર્યું હતું જેમાં થી ટોળું એકઠું થઇ ને પોલીસ ની ટીમ પર ઘાતકી હથિયાર થી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં PCR ના ઈન્ચાર્જ ASI અરવિંદ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે પોલીસ પર હુમલા કેસમાં શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળું વિખેરી હુમલો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ હત્યા ના પ્રયાસ અને હુમલો અને રાયોટિગનો ગુનો નોંધીને 2 મહિલા સહિત 12 લોકો ની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે 2 આરોપી મીના ગુડ્ડી અને ચિરાગ ભીલ ફરાર હોવાથી શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે શાહીબાગ પોલીસ ની ટીમ પર થયેલ હુમલા માં એક ASI અરવિંદ ચાવડાને હાથ ના ભાગે ફેક્ચર અને માથાના ભાગે ઈજાઓ થઈ છે.