England announced stricter measures in visa regulationsEngland announced stricter measures in visa regulations

The new rules will be implemented in 2024

England announced stricter measures in visa regulations

બ્રિટિશ સરકારે દેશમાં વધતી જતી અપ્રવાસીઓની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે સરકારે અપ્રવાસીઓની સંખ્યા ઘટાડવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. યુકે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી આશરે ૩૦૦,૦૦૦ વ્યક્તિઓને અસર થશે, જેઓ હવે નવા નિયમો હેઠળ યુકેમાં પ્રવેશવાને પાત્ર રહેશે નહીં. અગાઉ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકે કહ્યું હતું કે પ્રવાસનનું સ્તર ઘણું ઊંચું છે અને તેઓ તેને બદલવા માટે પ્રતિબદ્ધ છે.. બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનકે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે”અમે હમણાં જ નેટ માઈગ્રેશનમાં અત્યાર સુધીના સૌથી મોટા કાપની જાહેરાત કરી છે,”ઈતિહાસમાં આ પહેલા કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી. નવા નિયમોમાં કૌશલ્ય આધારિત વિઝા મેળવવા માટે વિદેશી કામદારો માટે ઉચ્ચ પગાર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સિવાય પરિવારના સભ્યોને આશ્રિત તરીકે લાવવા પર પણ પ્રતિબંધ છે”. ઉચ્ચ ઇમિગ્રેશનને ટાંકીને, યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે આ નિયમો સ્થળાંતર ઘટાડવામાં મદદ કરશે અને માત્ર દેશને જ ફાયદો થશે.. બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ હાઉસ ઓફ કોમન્સમાં જાહેરાત કરી હતી કે, કાર્યવાહીના ભાગરૂપે, આરોગ્ય અને કેરટેકર વિઝા પરના ડોકટરો હવે તેમના પરિવારના કોઈપણ સભ્યોને તેમની સાથે લાવી શકશે નહીં. આવી સ્થિતિમાં એક વાત નક્કી છે કે આ ર્નિણયની અસર ભારતીયોને પણ થશે. કુશળ વર્કર વિઝા દ્વારા બ્રિટન આવવા માટે અરજી કરનારાઓની વેતન મર્યાદા વર્તમાન ૨૬,૨૦૦ બ્રિટિશ પાઉન્ડથી વધારીને ૩૮,૭૦૦ બ્રિટિશ પાઉન્ડ કરવામા આવશે.. હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીના જણાવ્યા અનુસાર, આ મર્યાદા ફેમિલી વિઝા કેટેગરીમાં પણ લાગુ થશે, જે હાલમાં ૧૮,૬૦૦ બ્રિટિશ પાઉન્ડ છે. જેમ્સ ક્લેવરલી અનુસાર, નવા નિયમો ૨૦૨૪ની શરૂઆતમાં અમલમાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓના આશ્રિતો પર પ્રતિબંધના ટકાનો વધારો થયો છે અને સ્ટુડન્ટ વિઝા માટે અરજદારોમાં ૪૩ ટકા ભારતીયો છે. આ આંકડા દર્શાવે છે કે ભારતીયોમાં બ્રિટનમાં સ્થાયી થવાની અને અભ્યાસ કરવાની કેટલી ઈચ્છા છે.

You missed

Translate »
error: Content is protected !!