Pre-Summit Seminar on Chemicals and Petrochemicals held in Chemical Capital BharuchPre-Summit Seminar on Chemicals and Petrochemicals held in Chemical Capital Bharuch

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત:
શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતેપ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે.
આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં
ભારતમાં એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઇઓ
પાર કરી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ડબ્બલ એન્જીનની સરકારને
વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળી રહ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે રોકાણોના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ
પ્લેટફોર્મ આપવા ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપેલું. વડાપ્રધાનશ્રીના
દિશાદર્શનમાં બે દાયકાની સફળતા પાર કરીને ૨૦૨૪માં ‘ગેટવે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે
આ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે.


મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું કે, કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત
ભરૂચમાં પ્રિ-વાઇબ્રન્ટર સમિટનું આયોજન કર્યું છે.તેનાથી કેમીકલ ઉદ્યોગને પ્રોત્સાહન અને
પૂરકબળ મળશે.
ભારત આજે વર્લ્ડની પાંચમી મોટી ઇકોનોમી છે તેને આ અમૃતકાળમાં ત્રીજી મોટી ઈકોનોમી
બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડટસ્ટ્રિયલ
ડેવલપમેન્ટ વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે.કેમિકલ્સ
એન્ડ્ પેટ્રોકેમિકલ્સ સેક્ટર સસ્ટેઇનેબલ ઇન્ડ્સ્ટ્રિયલ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાનું એક
આગવું પરિબળ છે તેમ પણ જણાવ્યું હતું.


કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રેસર ગુજરાતની વાત કરતાં મુખ્ય મંત્રી શ્રી જણાવ્યું
કે,કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર ગુજરાતના પરંપરાગત રીતે મજબૂત ક્ષેત્રો પૈકીનું એક છે
અને ગુજરાતના અર્થતંત્રના ઝડપી વિકાસમાં તેની મુખ્ય ભૂમિકા છે. ભારતના ડાઈઝ અને
ઈન્ટરમીડિયેટ્સના ઉત્પાદનમાં લગભગ ૭૫ ટકા યોગદાન આપે છે
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) અને ગુજરાત નર્મદા વેલી
ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)ની પ્રેઝન્સથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ સેક્ટર્સમાં
બેન્ચમાર્ક સેટ થયો છે.

આવી મોટી સંસ્થાઓ સિવાય રાજ્યના સ્ટ્રેટેજિક લોકેશન પર વેપાર અને રોકાણો તેમજ
મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ગુજરાતને ભારતનું “પેટ્રો-કેપિટલ”
બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ૩૩% હિસ્સો છે.
જેમાંથી માત્ર રસાયણો અને પેટ્રોકેમિકલ્સનો ફાળો લગભગ ૬૦% છે. જેમાં ડેરિવેટિવ્ઝ,
પ્લાસ્ટિક અને પોલિમર મેન્યુફેક્ચરિંગ, ડાયઝ અને પિગમેન્ટ્સના ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ
કંપનીઓ ની આ સમગ્ર વેલ્યુ ચેઇન થી ગુજરાત પેટ્રોકેમિકલ અને કેમિકલ્સ સેક્ટરનું હબ
બનવા સજ્જ છે. તે દિશામાં ભરૂચ ખાતે ૬૭ હજાર કરોડથી વધુ રકમના MoU કરવા સાથે
જ તેમણે ઔધાગિક એકમોને રોકાણ બદલ અભિનંદન આપ્યા હતા.
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના આગવા વિઝન ને કારણે રોકાણ માટે ગુજરાત શ્રેષ્ઠ
રાજ્ય બન્યું છે.
ઉદ્યોગોના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે. ગુજરાત માં શિરમોર સિદ્ધિ એવો
દહેજનો પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ રિજીયન PCPIR પણ પ્રધાન મંત્રી ના
આગવા વિઝનનું પરિણામ છે એમ તેમણે કહ્યું હતું.


કેમિકલ ઉદ્યોગોને પરિણામે એન્વાયરમેન્ટને અસર ન પડે તેનું પણ ધ્યાન ડબલ એન્જિનની
સરકારે રાખ્યું છે . તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડીપ-સી પાઇપલાઇન દ્વારા પ્રદુષિત પાણી
દરિયામાં દૂર સુધી છોડવાની વ્યવસ્થા દહેજમાં વિકસાવી છે.
આવનારો સમય સસ્ટેઇનેબિલિટી માટેની ત્વરિતતા, ઇકોનોમીને ડીકાર્બનાઈઝડ કરવા માટેના
ઇનોવેશન્સ અને નવા અંતિમ વપરાશકારોના સેગમેન્ટની વૃદ્ધિનો સમય રહેશે તેમ પણ
જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઝઘડિયા જીઆઈડીસી માટે એક મહત્વ પૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, આ સરકારે
ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની રજૂઆતોનો પોઝિટિવ પ્રતિસાદ આપીને આ જી.આઈ.ડી.સી.ને
જોડતા રોડ વાઈડનિંગનાં અને સુધારણાનાં ૪ કામો માટે ૫૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.હવે,
ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં જે ટ્રાફિક સમસ્યા હતી, તેનો આ ૪ રોડના વાઈડનિંગ અને
સુધારણા થવાથી અંત આવશે.
કેન્દ્રિય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા
આ પ્રસંગે કેન્દ્રિય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાના પ્રાંસગિક
ઉદ્બોધનમાં જણાવ્યું હતુ કે, કેમીકલ એ જીવન સાથે સંકળાયેલો એક ભાગ છે.કેમીકલ અને

પેટ્રોકેમીકલ ક્ષેત્ર એ દેશના ૫ ટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવામાં માતબર ફાળો
આપશે .


વધુમાં તેમણે વર્તમાન સરકારની ઐાધોગિક એકમો પ્રત્યેની નીતિની રૂપરેખા આપતા જણાવ્યું
હતું કે, માત્ર કાગળ ઉપર નહિ વાસ્તવિકતાના આધારે નિર્ણય કરનારી આ અમારી સરકાર છે.
પ્રાચીન નગરી મગધના આર્ચાય ચાણક્યને આ પ્રસંગે યાદ કરતાં શ્રી માંડવિયાએ જણાવ્યું હતું
કે સંપતિ સર્જન કરનાર તથા રોજગાર ઉભા કરનાર લોકોનું સન્માન કરવું જોઈએ.કેમ કે,
સંપતિ સર્જનથી દેશની તિજોરીમાં ટેકસ આવશે.જેનાથી સરકાર ખેડૂત તથા ગરીબ વર્ગના
કલ્યાણ માટે નવી યોજના બનાવશે.આમ, વર્તમાન ડબલ એન્જિનની સરકાર આ દિશામાં
આગળ વધી રહી છે.


વધુમાં તેમણે યુરોપ અને ભારતની વાત કરતાં જણાવ્યું કે, જે સમયે યુરોપમાં સાંજના ૫
વાગ્યાનો સમય થયો હોય ત્યારે ભારતમાં સવારના પ વાગ્યાનો સૂર્યોદયનો સમય થાય
છે.આમ, ભારત સરકારની ઔધોગિક પોલીસીના કારણે નવા નવા ઔધોગિક રોકાણને કારણે
ભારતમાં ખરેખર સૂર્યોદય થવાનો છે.તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
ભરૂચના ઐતિહાસિક ઉદ્યોગોના મહત્વને યાદ કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
ઔધોગિક હબ તરીકે નામના પામેલી ભરૂચ નગરીમાં રૂ ૬૭ હજાર કરોડનું રોકાણને વધારીને
રૂ.૫ લાખ કરોડ સુધીના એમઓયુ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, ૧૯૬૨ થી શરૂ
થયેલી ગુજરાત યાત્રામાં અનેકવિધ પરિર્વતનો આવ્યા છે. વર્ષ ૨૦૦૩ બાદ વાઈબ્રન્ટ ગુજરાત
સમિટ વધુને વધુ યુવાનોને રોજગારીઓ ઉત્પન્ન કરતું એકમ બન્યું છે. વાઈબ્રન્ટ સમિટથી
આપણી GDPમાં ૮ ટકા જેટલો અગ્રણી ફાળો આપી રહ્યુ્ છે. રાજ્ય સરકાર ઈકો બિઝનેશ
ફેન્ડલી પોલીસીના કારણે તથા કાયદો, અને વ્યવસ્થા ઉત્કૃષ્ટ જળવાયા છે. તેમાં સેમી કન્ડક્ટ
પોલિસી અને ઈઝ ઓફ ડુંઈગ થકી અનેક ઘણો ગ્રોથ રાજ્યને મળ્યો છે.
આ પ્રસંગે ઉધોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ૩૩ ટકાથી
પણ વધારે નિકાસ એકલું ગુજરાત રાજય કરે છે. સમગ્ર પેટ્રોલિયમ અને રસાયણમાં
ફેકેટરીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો થઈ ડબલ કેપીસિટીમાં ફેફ્ટરીઓ જોવા મળે છે.
વાઈબ્રન્ટ સમિટથી ગુજરાતમાં મૂડીરોકાણ આજે ૫ ગણું થયું છે. અને કુલ ઉત્પાદન રેશિયો ૭
ગણો થવા સાથે નેટ મૂલ્યમાં પણ ૫ ટકોનો વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચની વાત કરતા
તેમણે જણાવ્યું હતું કે, કોમન ફેસીલિટીમાં તમામ બાબતો જોડી શકાય તે માટે સરકાર

અસરકારક નિર્ણયો લઈ રહી ઉદ્યોગોની પડતર કોસ્ટ ઓછી થાય તેવા પ્રયાસો પણ કરી રહી
છે. બ્લક ડ્રગ પાર્ક, લોજીસ્ટ્રીક પાર્ક, સ્માર્ટ ફેસિલિટી થકી આ ઉદ્યોગોને અનેક ગણો ફાયદો
આવનારા સમયમાં થવાનો છે.


આ પ્રસંગે કેમિકલ અને પેટ્રો કેમિકલ્સ ક્ષેત્રે રહેલી પ્રગતિના સોપાનો દર્શાવતી ઓડિયો
વિઝયુઅલ ફિલ્મ પ્રદશિત કરાઈ હતી.
સમિટમાં દીપ ગ્રુપના એમ ડી દીપક મહેતા તથા યુપીએલ ના એમડી શ્રી જય શ્રોફે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે પોતાના ઉદ્યોગ જગતના અનુભવો વ્યક્ત કર્યા હતા.
આ પ્રંસગે ભરૂચના સાસંદ શ્રી મનસુખભાઈ વસાવા, રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમાર, ગુહ
વિભાગનાં અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પૂરી, મુખ્ય મંત્રી શ્રી ના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ
જોશી, ગુજરાત સરકાર ના એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગનાં અગ્ર સચિવશ્રી મમતા વર્મા,
ધારાસભ્યો સર્વે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરૂણસિંહ રણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશકુમાર
વસાવા, શ્રી ડી કે સ્વામી, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર
સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર. જોશી, CII ગુજરાત રાજ્યના તત્કાલિન ભૂતપૂર્વ
ચેરમેન અને અનુપમ રસાયણ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આનંદ દેસાઇ, ઓૈધાગિક
એકમોના પ્રમુખશ્રીઓ તથા અન્ય ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા
હતા.

You missed

Translate »
error: Content is protected !!