What kind of days have come to Gujarat Police that now they have to do robbery and kidnappingWhat kind of days have come to Gujarat Police that now they have to do robbery and kidnapping

અમદાવાદમાં પોલીસ કર્મચારી જ ખંડણીખોર બન્યો
ટ્રાવેલ્સના વેપારીનું અપહરણ કરીને ક્રાઇમ બ્રાંચના નામે રૂપિયા ૩૫ લાખની લૂંટ કરી
અમદાવાદ,
સામાન્ય રીતે ગુનેગારોથી બચવા લોકો પોલીસનું રક્ષણ મેળવતા હોય છે પરંતુ અમદાવાદમાં તો કાયદાનો રક્ષક એવો પોલીસ કર્મચારી જ ગુનેગાર બન્યો છે. તેણે ટુર એન્ડ ટ્રાવેલ્સના વેપારીનું દિન દહાડે ગાડીમાં હથકડી પહેરાવીને ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી અપહરણ કર્યું. એટલું જ નહિ વેપારી પાસેથી રૂપિયા ૩૫ લાખની લૂંટ પણ કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ છે. બે હાથ જાેડી વિનંતી કરી રહેલા આ ટ્રાવેલ્સના વેપારી સંજય પટેલ છે. જેઓ પોતાના ભાઈ અને મિત્ર મુકેશ પટેલ સાથે ઓફિસના પાર્કિગમાં બેઠા હતા. આ દરમિયાન પોલીસ કર્મી આકાશ પટેલ અને તેના સાગરીતો ક્રાઇમ બ્રાંચના અધિકારી બનીને આવ્યા અને પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાંચ લઈ જવાના નામે વેપારીનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યુ છે. વેપારી સંજય ભાઈને સરખેજ બાજુ લઈ જઈને બંદૂકની અણીએ ૭૦ લાખની ખંડણી માંગી હતી અંતે ૫૫ લાખમાં આગડિયું કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ સીજી રોડ પર આવેલ એસ.જી આંગડિયા પેઢી આરોપી ૩૫ લાખ અને સરખેજમાં પી.એમ આંગડિયા પેઢીમાં ૨૦ લાખ લઈને વેપારીને ઉતારી દીધા હતા. આ આરોપી આકાશ પટેલ ગ્રે કલરની સિયાઝ ગાડી લઈને આવ્યો હતો જ્યારે વેપારી અલ્કાઝર ગાડીમાં બેઠા હતા. તે સમયે અપહરણ કરાયું હતું. આ અપહરણ મામલે સોલા પોલીસે પોલીસ કર્મચારી આકાશ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઝ્રઝ્ર્‌ફમાં દેખાતો બ્લુ શર્ટમાં રહેલ આ પોલીસ કર્મી આકાશ પટેલ છે. જે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજા બજાવે છે અને તેની કુખ્યાત આરોપીના કેદીના બંદોબસ્તમાં ફરજ હોવા છતાં પોલીસ કર્મી આકાશ પટેલ ફરજ પર હાજર નહિ રહીને લૂંટનું ષડયંત્ર રચ્યું અને કાયદાનો રક્ષક જ ભક્ષક બની ગયો. મહત્વનું છે કે પોલીસ કર્મચારીનો આ પ્રથમ ગુનો નથી પરંતુ અગાઉ પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં કારની સેલ્ફ ડ્રાઇવ કંપની સાથે છેતરપીંડી અંગે તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આકાશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મહત્વનુ છે કે આ વેપારી અપહરણ કેસમાં આકાશ પટેલ સાથે જાેવા મળતા અન્ય ૩ આરોપીઓ પણ પોલીસમાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે સોલા પોલીસે જુદી જુદી ટીમ બનાવી આકાશ પટેલ અને તેની સાથેના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

You missed

Translate »
error: Content is protected !!