Law Minister Shri Rishikesh Patel at the friendship program of Kaida Bhavan at Gujarat High CourtLaw Minister Shri Rishikesh Patel at the friendship program of Kaida Bhavan at Gujarat High Court
સરકારી વિભાગો અને ન્યાયતંત્ર વચ્ચે સંકલન અને સામંજસ્ય સ્થપાશે તો પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ
આવશે.

કાયદામંત્રીશ્રી ઋષિકેશ પટેલ આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનના સ્નેહમિલન કાર્યક્રમમાં
ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સ્નેહમિલન પ્રસંગે કાયદામંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ
મોદીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ
વધ્યો છે. લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે માટે રાજ્યનું ન્યાયતંત્ર હંમેશા કાર્યશીલ રહ્યું છે. લોકોને સરળતાથી
અને સહજતાથી ન્યાય મળે એ માટે આપણે હંમેશા આ જ રીતે આગળ વધવાનું છે અને કાર્ય કરતાં રહેવાનું છે એમ
તેમણે ઉમેર્યું હતું.
તેમણે કાયદાભવન અને તેની કાર્ય પદ્ધતિ વિશે વાત કરતાં ઉમેર્યું હતું કે, સરકાર વતી લડી રહેલા આ
ભવનના અધિકારીઓ અને વકીલો ખૂબ મહત્વની જવાબદારીઓ નિભાવતા હોય છે. તેઓને સરકારના જે તે
વિભાગો સાથે સંકલન કરીને તેમનો પક્ષ અને તેમની દલીલો અંગે બ્રિફિંગ જાણીને સરકાર નો પક્ષ રજૂ કરવાનો હોય
છે, જે મહત્વપૂર્ણ કામગીરી છે. સરકારી વિભાગો અને ન્યાયતંત્ર વચ્ચે સંકલન અને સામંજસ્ય સ્થપાશે તો પેન્ડિંગ
કેસોનો ઝડપી નિકાલ આવશે એમ તેમણે ઉમેર્યું હતું. સિવિલ અને ક્રિમીનલ લીટીગેશન સહિત 70,000 જેટલી
મેટર કાયદાભવનના 78 વકીલો અને અધિકારીઓની ટીમ હેન્ડલ કરી રહી છે , જે ખૂબ પ્રસંશનીય છે એમ તેમણે
વધુમાં ઉમેર્યું હતું.


આ પ્રસંગે વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારી વકીલોના પ્રશ્નો, સમસ્યાઓ અને મૂંઝવણોના
ઝડપી સમાધાન માટે સરકાર પ્રતિબદ્ધ છે. સિસ્ટમમાં યોગ્ય સુધારા વધારા કરીને તેમજ સરકારી વકીલો તરફથી
આવતા હકારાત્મક સૂચનો અને સલાહોને પોલીસી મેકિંગમાં ઇમ્પ્લીમેન્ટ કરવા માટે સરકાર હંમેશા તૈયાર છે એમ
તેમણે ઉમેર્યું હતું તથા સરકારી વકીલો માટે જરૂરી રીસોર્સિસ ઉપલબ્ધ કરાવવા માટે પણ સરકાર ચોક્કસ દિશામાં
કાર્યો કરશે એવી ધારણા તેમણે આપી હતી.
આ સાથેજ કાયદામંત્રીએ ઉમેર્યું હતું કે, ન્યાયપાલિકાને વધુ સહજ અને સામાન્ય માણસ માટે સરળતાથી
એપ્રોચેબલ બનાવવા માટે તથા જૂના પુરાણા કાયદાઓને રદ કરવા અથવા સુધારા કરવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ
છે.
આ પ્રસંગે સિનિયર એડવોકેટ જનરલશ્રી કમલ ત્રિવેદી, પબ્લિક પ્રોસિકયુટરશ્રી મિતેષ અમીન, કાયદા સચિવ
શ્રી પ્રિયેન રાવલ, મુખ્ય સરકારી વકીલ ડો.મનીષા શાહ, ડેપ્યુટી સેક્રેટરી શ્રી હસમુખભાઈ પટેલ સહિત કાયદા
ભવનના વકીલો અને કર્મચારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You missed

Translate »
error: Content is protected !!