રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આર્ટ ઓફ લિવિંગના સહયોગ અને જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ શહેર સંચાલિત “હર ઘર ધ્યાન” કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ નિકોલના રમત સંકુલ પટાંગણમાં યોજાયો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને તમામ લોકોને ઓનલાઇન સર્ટીફીકેટ અપાયા હતાં.

આ કાર્યક્રમમાં દસ્ક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા, કોર્પોરેટરશ્રી તથા રાજ્ય યોગ બોર્ડના અધિકારીશ્રી અને અમદાવાદ શહેરના રમતગમત અધિકારી શ્રી શૈલેષભાઈ રાઠોડ હાજર રહ્યા હતા.

You missed

Translate »
error: Content is protected !!