ગુજરાતમાં કચ્છના ભૂજ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય યુવા પશુઉછેર સંમેલનમાં 16 રાજ્યોના પશુપાલકો તેમની આકાંક્ષાઓ, પડકારો અને સરકાર સાથે નીતિવિષયક પરામર્શની જરૂરિયાત અંગે ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા. નોંધનીય છે કે, પશુપાલન કેન્દ્ર – સહજીવન આ ક્ષેત્રમાં સઘન પશુધન ઉત્પાદન પ્રણાલી માટે અનેક હસ્તક્ષેપો હાથ ધરવા માટે નેતૃત્વ સંભાળ છે. તેમાં ઉંટના દૂધની ખરીદી, પશુપાલન જાતિની ઓળખ, પશુપાલન પ્રજાતિઓનું સંરક્ષણ, સામુદાયિક ઉદ્યમીઓ સાથે આર્ટિસનલ ચીઝનું ઉત્પાદન વગેરે નોંધપાત્ર કામગીરીઓ છે.
કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ સઘન પશુધન ઉત્પાદન પ્રણાલીના વ્યાપક હિતમાં જરૂરી સંવાદ અને નીચે ઉલ્લેખિત પહેલોનો પ્રારંભ કર્યો છે:
- રાષ્ટ્રીય પશુધન વસ્તી ગણતરીના ભાગ રૂપે પશુઉછેર વસ્તી ગણતરીનો સમાવેશ;
- વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે MoFAHD અંતર્ગત પશુઉછેર કોષની રચના;
- રાષ્ટ્રીય પશુધન મિશનની અંદર સઘન પશુધન ઉત્પાદન પ્રણાલી સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોનો સમાવેશ કરવા માટે પ્રારંભિક અન્વેષણ
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બિલ્ટ એન્વાયર્નમેન્ટમાં એકોસ્ટિક્સ અને ઉષ્મીય ઇન્સ્યુલેશન માટે સ્વદેશી ઊન, અને નોન- બોવાઇન દૂધ માટે સંસ્થાગત હસ્તક્ષેપ સહિત તાપમાન સંવેદનશીલ નાશવંત ચીજોના સંગ્રહ અને પરિવહનમાં ઊનનો ઉપયોગ કરવા અંગે ભવિષ્યની પહેલોમાં ઉલ્લેખ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વદેશી ઊન મિશન, બિન-બોવાઇન દૂધ (બકરી, ઘેટાં, ગધેડા અને યાક)ના માર્કેટિંગ માટે સંસ્થાકીય પ્લેટફોર્મનું નિર્માણ, પશુઉછેર વસ્તીને ઓળખ આપવી અને પશુપાલન ડેરી પરિદૃશ્ય માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મુદ્દા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ સંમેલનમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના અધિકારીઓનું વ્યાપક પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું જેમાં ડૉ. અભજિત મિત્રા – પશુપાલન કમિશનર, ડૉ. સુજિત દત્તા – સંયુક્ત કમિશનર, ડૉ. દેબાલિના દત્તા – મદદનીશ કમિશનર અને શ્રી સુમેદ નાગરે – આંકડાકીય સલાહકાર, MoFAHDનો સમાવેશ થાય છે. આજીવિકાના સર્વાંગી પરિપ્રેક્ષ્ય અને પશુઉછેર સમુદાયને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો અને સંભવિત સહયોગ પર ધ્યાન આપવા માટે આ સંમેલનમાં ડૉ. એ સાહૂ – નિયામક, રાષ્ટ્રીય ઉંટ સંશોધન કેન્દ્ર, ડૉ. વિનોદ કદમ – સેન્ટ્રલ શીપ વૂલ રિસર્ચ સંસ્થા, અવિકાનગર, ડૉ. ખેમ ચંદ – મુખ્ય વૈજ્ઞાનિક, રાષ્ટ્રીય કૃષિનીતિ અને સંશોધન સંસ્થા તેમજ શ્રી જી. એસ. ભાટી – એક્ઝિક્યુટીવ નિદેશન, સેન્ટ્રલ વૂલ ડેવલપમેન્ટ બોર્ડ, પણ ઉપસ્થિત રહ્યાહતા.
પૃષ્ઠભૂમિ:
ભારતમાં પશુપાલકોની સંખ્યાના અંદાજો વ્યાપકપણે બદલાય છે. હાલના સમયમાં, પશુધન પરના અધિકૃત ડેટામાં ઉપયોગમાં લેવાતી વ્યવસ્થાપન પ્રણાલીને પ્રતિબિંબિત થતી નથી. એવું સમજવામાં આવ્યું છે કે, સઘન પશુધન ઉત્પાદન પ્રણાલી તેમના પ્રાણીઓની જાળવણી માટે સામાન્ય-પૂલ સંસાધનો પર આધાર રાખે છે. પશુઉછેર પ્રણાલીઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે, જેમાં સંપૂર્ણ વિચરતાથી માંડીને વિચરતા પશુપાલકો અને સ્થાયી પશુપાલકો સુધીના સામેલ છે. વિચરતા પ્રણાલીમાં જાળવવામાં આવતી પ્રજાતિઓમાં ઊંટ, ઢોર, બતક, ગધેડા, બકરા, ડુક્કર, ઘેટાં અને યાકનો સમાવેશ થાય છે.
ઘણા પશુપાલકો પરંપરાગત જાતિના સભ્યો છે, પરંતુ અન્ય સમૂહો, કે જેને “બિન-પરંપરાગત પશુપાલકો” તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પણ વિચરતા પશુપાલન સાથે સંકળાયેલા છે. સઘન પશુધન પ્રણાલીઓ ભારતના દૂધ અને માંસના મોટા હિસ્સાનું ઉત્પન્ન કરે છે. પશુઓનું ખાતર પણ પાક લેતા ખેડૂતો માટે ખાતરનો મહત્વપૂર્ણ સ્રોત છે; ઘણા પશુપાલકો માટે ખાતર તેમની આવકનો મુખ્ય
સ્રોત છે.