Shri Prime Minister congratulated PV Sindhu on winning her Singapore Open title
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને તેનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઈટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી
મોદીએ એમ પણ કહ્યું છે કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે અને આવનારા ખેલાડીઓને પ્રેરણા પણ આપશે.
કેન્દ્રીય રમતગમત મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું @Pvsindhu1ને તેણીનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઈટલ જીતવા બદલ અભિનંદન આપું છું. તેણીએ ફરીથી તેની
અસાધારણ રમત પ્રતિભા દર્શાવી છે અને સફળતા હાંસલ કરી છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે અને આવનારા ખેલાડીઓને
પ્રેરણા પણ આપશે.”