DRI Director Revenue Team raided the manufacturing unit of MD Drugs in Meghnagar Farm Camp Pvt Ltd and arrested drug mafia Vijay Singh Rathore.DRI Director Revenue Team raided the manufacturing unit of MD Drugs in Meghnagar Farm Camp Pvt Ltd and arrested drug mafia Vijay Singh Rathore.

ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા ઝંબુઆ પાસે કેન્દ્ર સરકારની ડીઆરઆઇની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં આ જગ્યા પરથી રૂપિયા 168 કરોડનો 112 કિલો ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઉપરાંત આ ઘટનામાં દાહોદના બે અને વડોદરાનો 1 આરોપી સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગતરોજ દિલ્હીની DRI ડાયરેકટેડ રેવન્યુ ઇન્ટેલિજન્ટ ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

ઉપરોક્ત ટીમોએ દરોડા દરમિયાન ઉપરોક્ત દવા બનાવતી કંપનીમાંથી 36 kg ડ્રગ પાઉડર 76 કિલોગ્રામ લિક્વિડ ફોર્મ માં મળી કુલ 112 kg MD મેફ્રોડોન ડ્રગનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ મારવામાં આવી હતી. સાથે સાથે કંપનીમાં હાજર વિજય ગોવિદ સિંઘ રાઠોડ રહે. પુષ્પક બંગલા છાણી વડોદરા, રતન નેવાભાઈ નળવાયા, વૈભવ રતન નળવાયા, તેમજ રમેશ દીતીયા બસી વેરાવલી તળાવ ફળિયા મેઘનગર મળી કુલ ચાર ઇસમોને ધરપકડ કરી તેમની વિરુદ્ધ એમડીપીએસ ન્યુ એકટ 21(c), 25,27(A), 24 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.ઝંબુઆ પાસે આવેલ અને દવા બનાવતી કંપની મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લી કંપનીમાંથી ડીઆરઆઇની ટીમે ડ્રગ્સ કબજે કર્યું હતુ. આ ઉપરાંત પાઉડર ,કેપ્સુલ ફોર્મ તેમજ ઇન્જેક્શન ફાર્મ વસ્તુઓ કબ્જે કરી હતી. ત્યારે વધારે તપાસ કરતા આ કંપનીનો માલિક ગુજરાતનો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા લોકોમાંથી દાહોદના પિતા પુત્ર ઓપરેટર હેલ્પર તરીકે કામ કરતા હતા.

5 હજાર કરોડનું ડ્રગ્સ

ડ્રગ્સ સામે ચાલી રહેલી કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનથી અંકલેશ્વરની આવકાર ફાર્મા લિમિટેડ કંપનીની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી રૂપિયા 5,000 કરોડનું કોકેઈન ઝડપાયું છે. ઉલ્લેખનીય વાત અ પણ છે કે, અગાઉ પણ અંકલેશ્વરથી અનેકવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી ચુકી છે

You missed

Translate »
error: Content is protected !!