વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રાજેશ ટાવર રોડ પર આવેલી બી-૧, વિષ્ણુકુંજ સોસાયટી વિભાગ-૧ રહેતા જિજ્ઞેશભાઈ ઉર્ફે જિતુ મહીજીભાઈ રાજપૂત (ઉં.૪૮) રાત્રે પોતાની બાઇક લઈને સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે વરસાદને કારણે સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ હતી. લાઇટો બંધ હોવાને કારણે બાઇકચાલક જિજ્ઞેશભાઈ રસ્તા પર એકાએક દોડી આવેલી ગાયને જાેઇ શક્યા નહોતા અને તેમને ગાયે ભેટીએ ચઢાવતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા. ગાયે બાઇકચાલક જિજ્ઞેશભાઈ રાજપૂતને ભેટીએ ચઢાવતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. રોડ પર પટકાતાં બેભાન થઈ ગયેલા જિજ્ઞેશભાઈને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દરમિયાન આ બનાવની જાણ પરિવારજનો અને સ્થાનિક લોકોને થતાં તેઓ દોડી આવ્યા હતા. જિજ્ઞેશભાઈનું મોત થતાં પત્ની કુસુમબેન, દીકરી ૧૮ વર્ષની દીકરી કિરણ સહિત પરિવારજનો પર આભ ફાટ્યું હતું.
આ ઘટનાને પગલે વિષ્ણુકુંજ સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સાહ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મોડી રાત્રે ગાયે ભેટી મારવાને કારણે મોત થવાની બનેલી ઘટના અંગે પરિવાર દ્વારા અજાણ્યા પશુપાલક સામે ગોરવા પોલીસ મથકમાં અરજી આપી છે. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવાનનો ભોગ લેનારી ગાયના માલિકને શોધવા માટે ઘટનાસ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે. રાત્રે બનેલી આ ઘટનાએ વિષ્ણુકંજ સોસાયટી સહિત સુભાનપુરા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી તિરંગાયાત્રામાં ભાગ લેવા જતી વખતે તેમના કાફલામાં આખલો ઘૂસી આવતાં અફરાતફરી મચી હતી. એ પૂર્વે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તિરંગાયાત્રા દરમિયાન ગાયે ભેટીએ ચઢાવતાં પગમાં ઇજા પહોંચી હતી. આ ઘટનાઓ બાદ સરકારે રાજ્યમાં રસ્તે રઝળતી ગાયો અંગે કડક કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે. વડોદરાના મેયર કેયૂર રોકડિયાએ જન્માષ્ટણીના દિવસે કોર્પોરેશનના પાંજરાપોળમાં બંધ ગાયોને ન છોડવા માટે ર્નિણય લીધો હતો. થોડીવારમાં આવું છું, તમે લોકો જમી લો એમ કહીને તેમના મિત્રના ઘરે જવા માટે નીકળ્યા હતા. પછી ફોન આવ્યો કે તેમનો અકસ્માત થયો છે. ગાય રસ્તામાં આવી ગઈ હતી. અમારા પરિવારમાં મારા પપ્પા જ હતા, બીજું કોઈ નહોતું. રસ્તા પર રખડતાં ઢોરોને કારણે મારા ભાઈનું મોત થયું છે. રખડતાં ઢોરોનો ખૂબ ત્રાસ છે. આ બાબતે તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી જાેઈએ. તેમની દીકરી અને પત્ની નોધારા બની ગયાં છે, તેમને યોગ્ય વળતર આપવું જાેઈએ. આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે. અમારી માગણી છે કે પાલિકા મૃતકના પરિવારજનોને વળતર આપે અને એક સભ્યને નોકરી આપે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર અને મેયર સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે.