New Sansad Bhavan

નવા સંસદભવનના ઉદ્‌ઘાટનની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ ૨૦૨૪ માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે પાછા ફરે. નવા સંસદભવનના ઉદ્‌ઘાટન દરમિયાન સ્વામીગલ પીએમ મોદીને ‘સેંગોલ‘ ભેટ કરશે. મદુરાઈ અધિનમના ૨૯૩મા મુખ્ય પૂજારી ૨૮ મે, રવિવારે નવા સંસદ ભવનનાં ઉદ્‌ઘાટન દરમિયાન પીએમ મોદીને રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરશે. સ્વામીગલે કહ્યું કે પીએમ મોદીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે અને દેશવાસીઓને તેમના પર ગર્વ છે.ન્યૂઝ એજન્સી છદ્ગૈં સાથે વાત કરતા સ્વામીગલે કહ્યું, નરેન્દ્ર મોદી એવા નેતા છે જેમને દુનિયાભરમાંથી પ્રશંસા મળી. તે તમામ લોકો માટે સારું કામ કરી રહ્યા છે. આવતા વર્ષે ૨૦૨૪માં તેઓ ફરી વડાપ્રધાન બનવાના છે. અમે બધા તેમના પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ કારણ કે વિશ્વના નેતાઓ અમારા વડા પ્રધાનની પ્રશંસા કરી રહ્યા છે.તેમણે એમ પણ કહ્યું કે, હું પીએમ મોદીને મળીશ અને નવા સંસદ ભવનનાં ઉદ્‌ઘાટન પ્રસંગે તેમને રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરીશ.” આ ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પંડિત જવાહરલાલ નેહરુને અર્પણ કરવામાં આવ્યો હતો અને તે અંગ્રેજાે પાસેથી ભારતમાં સત્તા સ્થાનાંતરણના પ્રતીક તરીકે આપવામાં આવ્યો હતો. હવે આ ‘સેંગોલ’ ૨૮ મેના રોજ પીએમ મોદીને સોંપવામાં આવશે.ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ની રચના કરનાર વુમ્મીદી બંગારુ જ્વેલર્સના ચેરમેન વુમ્મિદી સુધાકરે જણાવ્યું હતું કે, “અમે ‘સેંગોલ’ની રચના કરી છે. તે બનાવવામાં અમને એક મહિનાનો સમય લાગ્યો તે સિલ્વર અને ગોલ્ડ પ્લેટેડ માંથી બનાવવામાં આવે છે ત્યારે હું ૧૪ વર્ષનો છોકરો હતો. અમે પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ આભારી છીએ.

You missed

Translate »
error: Content is protected !!