TRB Sajan Bharwad, who attacked a Surat lawyer, is being rounded up by the policeTRB Sajan Bharwad, who attacked a Surat lawyer, is being rounded up by the police

TRB Sajan Bharwad, who attacked a Surat lawyer, is being rounded up by the police

સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી ૫૦ મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલને બાતમી મળી હતી કે અહીં ટ્રાફિક-પોલીસ અને ટીઆરબી રિક્ષાચાલકો પાસે તોડ કરે છે. ઘટનાસ્થળે પહોંચેલા વકીલે હપ્તાખોરીને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજને ૧૫ દંડા ફટકારી માર માર્યો હતો. વકીલને લોહીલુહાણ હાલતમાં સ્મિમેર લઇ જવાયા હતા. એએસઆઇ અરવિંદ ગામીતે વકીલ વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સાજન ભરવાડ, ૩ પોલીસકર્મી તથા અન્ય ૩ સામે આઇપીસી ૩૦૨ (હત્યાનો પ્રયાસ)નો ગુનો નોંધાયો છે. હું અવારનવાર પોલીસ દ્વારા ચાલતી હપતાખોરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતો રહું છું, જેથી મને સાજન ભરવાડ સહિતના દ્વારા અગાઉ ધમકી મળી હતી કે હવે તું આ બધું બંધ કરી દે, નહિતર તારા પર હુમલો કરીશું, પછી ભલે અમારે ૩૦૨માં જેલમાં જવું પડે. જાેકે મેં ગભરાયા વગર મારી કામગીરી ચાલુ રાખી હતી, જેથી તેમણે અમુક જગ્યાએ હપતા લેવાનું બંધ કરી દીધું હતું. જાેકે ગતરોજ મને ખબર પડી કે તેઓ ટેમ્પો અને રિક્ષાવાળા પાસેથી હપતા લઈ રહ્યા છે.

જેથી હું ત્યાં પહોંચી ગયો હતો અને લાઈવ શરૂ કર્યું હતું. દરમિયાન સાજન ભરવાડ સહિતનાએ મારા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. આ હુમલો તેમનું પૂર્વ આયોજિત કાવતરું હોય એ રીતે તેઓ સજ્જ હતા. અગાઉ પણ મને ઘણીવાર ધમકીઓ મળી ચૂકી છે, પરંતુ મારા પર આ પહેલીવાર હુમલો થયો છે. હું ત્યાં ગયો ત્યારે મને નહોતું કે મારા પર હુમલો થશે. જાેકે હું એ લોકોથી ડરતો પણ નથી અને હું મારું કામ યથાવત્‌ રાખવાનો છું. અહીંથી બહાર નીકળ્યા પછી પણ હું અવાજ ઉઠાવતો રહીશ અને ગરીબ તથા સામાન્ય માણસ માટે જે પણ કરવાનું થતું હશે એવું કરતો રહીશ. મેં એ લોકોને કહ્યું જ હતું કે હું તમારાં ખોટાં કામો બંધ કરાવવા જે પણ કરવું પડશે એ કરીશ અને એ કરતો રહીશ. મારા પર હુમલો કરનાર સાજન ભરવાડ જાણે પોલીસનો લાડકવાયો દીકરો હોય તે પ્રકારે કે કાર્ય કરી રહી છે. મારા પર હુમલો થયા બાદ મારા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટ્રોસિટીની ફરિયાદ કયા કારણે દાખલ થઈ છે એ પણ મને નથી ખબર. જ્યારે મારા પર હુમલો કરનાર આરોપી સામે ૩૦૭ની કલમ ખૂબ મોડી લગાવવામાં આવે છે અને આરોપીની અટકાયત થયા બાદ સાજન ભરવાડને જ્યારે કોરોના તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે પણ તેને હથકડી પહેરાવવામાં આવતી નથી અને જાણે તેને સરભરા થઈ રહી હોય એ પ્રકારનું કાર્ય થતું જાેવા મળી રહ્યું છે. જેથી પોલીસની પણ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા હોય તેવા અણસાર મને મળી રહ્યા છે. સાજન ભરવાડને પકડીને એસીવાળી રૂમમાં રાખવામાં આવી રહ્યો હોવાનું પણ અમારા ધ્યાનમાં આવ્યું હોવાનું મેહુલે વધુમાં જણાવ્યું હતું. કાયદો કાયદાનું કામ કરે જ છે, પરંતુ ગરીબો અને સામાન્ય લોકોનો અવાજ ઉઠાવવા માટે હાલ સોશિયલ મીડિયા ખૂબ અગત્યનું પ્લેટફોર્મ છે. જેનો ઉપયોગ કરીને હું લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યો છું. જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નહેરુ વકીલ જ હતા પરંતુ તેઓ કાયદાની રૂએ દેશને આઝાદ નહોતા કરાવી શક્યા પરંતુ તેમણે પણ આંદોલનનો લડવા પડ્યા હતા.

જેથી હું પણ આંદોલનના માર્ગે તેમને સીધ્ધ કરવા માગું છું અને લોકોના જાગૃત કરીને તેમનો અવાજ ઉઠાવવા માગું છું અને એ જ રીતે હું ઉઠાવતો રહીશ. રાજનીતિમાં હું ચોક્કસ આવીશ પરંતુ હાલ રાજકારણમાં આવવાનો મારો કોઈ ઈરાદો નથી અને હાલ તેનો સમય પણ થયો નથી. રાજનીતિથી ઘણો ફાયદો થતો હોય છે અને હું રાજનીતિમાં આવીને ભ્રષ્ટાચાર દૂર કરવા પણ પ્રયાસ કરીશું પરંતુ ટૂંકા સમયમાં કે નજીકના ભવિષ્યમાં મારો રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો નથી. જાે અભણ અને વડીલો વયો વૃદ્ધો પણ જાે રાજકારણમાં આવતા હોય તો હું તો યુવાન છું અને યુવાનોએ તો ખાસ રાજકારણમાં આવવું જાેઈએ. હું કાયદાનો અભ્યાસ કરેલો છું અને ભણેલો છું જેથી મારા જેવા તમામ યુવાનોએ રાજકારણમાં ચોક્કસ આવવું જાેઈએ. આગામી વિધાનસભામાં ચૂંટણી લડવાનો મારો કોઈ ઈરાદો નથી અને હું તેના માટે હજી તૈયાર પણ નથી. હાલ ભલે લોકોનું મને પૂરતું સમર્થન હોય પરંતુ હું રાજકારણમાં ચોક્કસ સમયે અને ચોક્કસ હેતુ સાથે આવવાનો છું. પરંતુ હજી તેનો સમય આવવાને વાર છે. દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે. જાે લોકો જાગૃત થશે તો તેની સામે કોઈ અવાજ નહીં ઉઠાવી શકે. જાેકે હાલ તો આ લોકોની એટલી હિંમત છે કે તેઓ અવાજને દબાવવા માટે ધોકા ઉઠાવી રહ્યા છે. પરંતુ જાે દરેક વ્યક્તિ જાગૃત થશે તો આ લોકોને શાન ઠેકાણે આવશે અને અત્યારે હું નોલેજથી વાત કરું છું બોલું છું અવાજ ઉઠાવો છું પરંતુ મારી પાસે જાે રાજકીય રીતે સત્તા હશે તો હું સામાન્ય લોકોનો અવાજ તમામ લોકો સાંભળે તે પ્રકારે સિસ્ટમમાં ફેરફાર પણ કરી શકો. તેથી રાજકારણ જરૂરી છે તેમ વધુમાં મેહુલ બોઘરાએ જણાવ્યું હતું. હું કયા પક્ષમાંથી આવીશ અને ક્યારે આવીશ તે હજુ કોઈ જ નક્કી નથી અને તે વિશે વાત કરવી પણ અત્યારે વધુ પડતી છે. આગળના સમયની કહી શકાય એટલે કયા પક્ષમાંથી આવીશ અને કોની સાથે જાેડાઈ અને શું કરીશ તે અત્યારે કહેવું મુશ્કેલ છે.

One thought on “સુરતના વકીલ પર હુમલો કરનાર ટીઆરબી ના સાજન ભરવાડ ને પોલીસ છાવરી રહી છે”

Comments are closed.

You missed

Translate »
error: Content is protected !!