Surat police arrested opium bringer
સુરત શહેરની અંદર નશીલા પદાર્થો ઘુસાડવા માટે સપ્લાયરો કોઈને કોઈ નવી રીત અપનાવતા હોય છે. તેઓ યુવા ધનને બરબાદ કરવા માટે નશીલા પદાર્થ બહારના રાજ્યોમાંથી લાવીને સુરતમાં વેચાણ કરતા હોય છે. આ નેટવર્ક તોડી પાડવા માટે ખાસ કરીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે. સુરત શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે એક બાઈકની અંદર એક વ્યક્તિ નશીલા પદાર્થ લઈને સુરતમાં સપ્લાય કરવા આવી રહ્યો છે. તે આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને લગભગ ૫૦૦ કિલો મીટર દૂરથી અફીણ લઈને સુરત આવેલા વૃદ્ધની અટકાયત કરવામાં આવી હતી. આ વૃદ્ધ કોઈ પ્રસંગ માટે અફીણ લાવ્યો હોવાની વાત સામે આવી રહી છે. રાજસ્થાનથી સુરત બાઇક ઉપર લઈને આવેલો અફીણનું વજન ૪૭૭૬ ગ્રામ કહી શકાય છે
Surat police arrested opium bringer
. જેની અંદાજીત કિંમત ૧,૪૫,૮૦૦ થાય છે. પકડાયેલ આરોપીની રાજસ્થાનથી ચાલતી નાર્કોટીક્સની પ્રવૃતી બાબતે ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ છે કે, પોતે રાજસ્થાન રાજયનો વતની હોય અને ત્યાં અફીણ આસાનીથી મળી જતુ હોય અને સુરત ખાતે ઘણા રાજસ્થાની લોકો રહેતા હોય જેથી તેને અફીણ વેચાણથી આપતો પરંતુ સુરત શહેરમાં અફીણનો જથ્થો આસાનીથી ઘુસાડવો મુશ્કેલ હોય જેથી કોઈને શંકા ન જાય તે માટે સુરતથી મોટર સાયકલ ઉપર રાજસ્થાન જઈ ત્યાંથી અફીણનો વિપુલ પ્રમાણમાં જથ્થો ખરીદી કરી લાવી બેગમાં સંતાડી મોટર સાયકલ ઉપર સુરત શહેરમાં પ્રવેશે તે પહેલા જ પોલીસે તેને પકડી પાડેલ હોવાની હકીકત જણાવેલ છે.સુરત શહેરમાં જેમ-જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ-તેમ સુરત શહેરમાં રસાયણો કારોબાર પણ વધી રહ્યો છે ત્યારે યુવાધનને નશાના રવાડેથી બચાવવા સુરત પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે અને ખાસ કરીને મસાલો કારોબાર કરતા લોકોને ઝડપી પાડી જેલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે રાજસ્થાનથી ૫૦૦ કિલોમીટર મોટોસાઇકલ ચલાવી સુરત આવતા એક યુવકને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.