I am not a criminal CM Kejriwal
કેજરીવાલે સિંગાપુર જવા કેન્દ્રની પેન્ડિંગ મંજૂરીને લઈને નારાજગી વ્યક્ત કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિંગાપુર જવા માટે કેન્દ્રની પેન્ડિંગ મંજૂરીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોમવારે તે વાત પર ભાર આપ્યો કે એવું પ્રતીત થાય છે કે સિંગાપુરમાં એક સંમેલનમાં સામેલ થવા માટે તેને રાજકીય કારણોને લીધે મંજૂરી આપવામાં આવી રહી નથી. કેજરીવાલે કહ્યું, હું કોઈ ગુનેગાર નથી. કેજરીવાલે કહ્યુ કે સિંગાપુરમાં વિશ્વ નગર શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તેમને દેશની સરકારે આમંત્રિત કર્યા છે, જ્યાં તે વિશ્વ નેતાઓ સમક્ષ દિલ્હીનું મોડલ રજૂ કરશે અને ભારતનું નામ રોશન કરશે. કેન્દ્ર દ્વારા આ યાત્રા માટે મંજૂરી આપવામાં વિલંબ કરવાથી નારાજ કેજરીવાલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખતા કહ્યુ કે, તે છેલ્લા એક મહિનાથી મંજૂરીની રાહ જાેઈ રહ્યાં છે. તેમણે પ્રધાનમંત્રી મોદીને યાત્રાની મંજૂરી માટે વિનંતી કરી છે. કેજરીવાલે કહ્યું- હું કોઈ ગુનેગાર નથી, હું એક મુખ્યમંત્રી અને દેશનો એક સ્વતંત્ર નાગરિક છું. મને સિંગાપુર જતો રોકવાનો કોઈ કાયદાકીય આધાર નથી, તેથી તેની પાછળ કોઈ રાજકીય કારણ પ્રતીત થાય છે. આપ સંયોજકે કહ્યુ કે, દેશના આંતરિક મતભેદોને વૈશ્વિક મંચ પર ન દેખાડવા જાેઈએ. નોંધનીય છે કે સિંગાપુરના રાજદૂત સાઇમન વોંગે જૂનમાં અરવિંદ કેજરીવાલને આ શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું હતું. આ સંમેલન ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાવાનું છે. દિલ્હીના મુખ્યમંત્રીને પ્રથમ દિવસે યોજાનારા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તે સામાન્ય રીતે વિદેશ યાત્રાઓ પર જતા નથી, પરંતુ સિંગાપુર સંમેલનમાં ભાગ લેવા ઈચ્છે છે કારણ કે તે દેશના વિકાસ સાથે જાેડાયેલ છે .