સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મીઓના વિરુદ્ધમાં ફરિયાદ યુવકને કેસમાં ફસાવવાની ધમકી આપીને ૨.૬૦ લાખ પડાવ્યા2.60 lakh was extorted by threatening to implicate the young man in a complaint against two policemen in Sardarnagar police station.2.60 lakh was extorted by threatening to implicate the young man in a complaint against two policemen in Sardarnagar police station.
2.60 lakh was extorted by threatening to implicate the young man in a complaint against two policemen in Sardarnagar police station.

અમદાવાદ
કુબેરનગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીએ યુવકને દારૂની હેરફેરનો કેસ કરી પાસામાં જેલમાં ધકેલવાની ધમકી આપીને ૨.૬૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલુ જ નહીં જે રિક્ષામાંથી દારૂ પકડાયો તે રિક્ષાના ડ્રાઈવરને રજૂ કરવા માટે દબાણ કરીને ત્રાસ આપતા હતા. જે મામલે યુવકના ભાઈએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મીઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરમતીના રજની વૈષ્ણવ ૨૫ વર્ષથી વેજિટેબલ સપ્લાયનો વેપાર કરે છે. વેપાર માટે તેમણે થ્રી વ્હીલર લોડીંગ રિક્ષા ખરીદી હતી પરંતુ જૂની થઈ જતાં ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે એક ડિલરને વેચી દીધી હતી. ૨૯ સપ્ટેમ્બરે કુબેરનગર પોલીસ ચોકીના બે કર્મચારી રજનીભાઈના ઘરે ગયા હતા અને તમારી રિક્ષામાંથી દારૂ પકડાયો છે, જેથી તમે પોલીસ ચોકી આવજાે નહીં તો ઉઠાવી લઈશું તેમ જણાવ્યું હતું. રજની વૈષ્ણવે રિક્ષા વેચી દીધી હોવાનું કહ્યું હતું. જ્યાં પોલીસ કર્મી ગૌતમ અને પ્રગ્નેશે રિક્ષામાંથી દારૂ પકડાયાનું અને તમે દારૂનો વેપાર કરતો હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી ૨.૬૦ લાખ પડાવ્યા હતા. પૈસા આપ્યા છતાં આ બન્ને પોલીસ કર્મચારી દારૂ લઈ જતી રિક્ષા આરટીઓમાં તમારા નામે છે જેથી રિક્ષાના ડ્રાઈવરને શોધીને પોલીસને આપો તેમ કહીને હેરાન કરતા હતા. છેવટે રજનીભાઈ તથા તેમના ભાઈ દિનેશે ઝોન ૪ ડિસીપીને રજૂઆત કરી હતી. બાદમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી ગૌતમ અને પ્રગ્નેશના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. બન્ને પોલીસ કર્મીઓએ રજની અને દિનેશને દારૂના કેસમાં ફસાવી દેવા તથા પાસા કરી દેવાની ધમકી આપીને ૫ લાખ રૂપિયાની માગણી કરી હતી. જાે કે રજનીભાઈએ આટલા બધા પૈસા ન હોવાની વાત કરતા છેવટે બન્ને પોલીસ કર્મીઓએ રૂ.૨.૬૦ લાખની માંગણી કરીને પૈસા મેળવી પણ લીધા હતા.

You missed

Translate »
error: Content is protected !!