Month: October 2024

મદાવાદ વોડાફોન આઈડિયા કંપનીના વોલેટ એપ્લિકેશન એમ. પેસાને આરબીઆઈ તરફથી વર્ષ 2019માં બંધ કરી દેવામાં આવી હતી. તેથી જે પણ ગ્રાહકોના વોલેટમાં પૈસા હતા તે પૈસા ગ્રાહકોના એકાઉન્ટમાં પરત ટ્રાન્સફર કરવા માટે કંપનીએ એક કર્મચારીની નિમણૂક કરી હતી. આ કર્મચારીએ ગ્રાહકોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. 57 ટ્રાન્ઝેક્શન કરીને પોતાના તથા સંબંધીઓના એકાઉન્ટમાં પણ રૂ. 17.85 લાખ ટ્રાન્સફર કર્યા હતા. કંપનીને આ અંગે જાણ થતા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કંપનીએ કર્મચારી વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તર પ્રદેશના દુર્ગેશ સિંઘ શેલામાં રહે છે અને એસજી હાઇવે વોડાફોન આઈડિયા હાઉસમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં જનરલ મેનેજર છે. વોડાફોન આઈડિયા કંપનીની એમ. પૈસા વોલેટ એપ્લિકેશન ચાલતી હતી. જે વર્ષ 2019માં આરબીઆઈ દ્વારા બંધ કરવામાં આવી હતી. એમ. પેસામાં પણ દુર્ગેશસિંઘની ઓથોરાઈઝ્ડ પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એમ. પેસા વોલેટ એપ્લિકેશન બંધ કરવામાં આવી ત્યારે કંપનીના ગ્રાહકોના એમ. પેસામાં જે પણ પૈસા હતા તે ગ્રાહકોના ખાતામાં પરત ટ્રાન્સફર કરવા માટે કંપની દ્વારા બીજી કંપની શરૂ કરાઇ હતી. જેમાં ફઝલુદ્દીન સૈયદની નિમણૂક કરવામાં આવી હતી. ફઝલુદ્દીન સૈયદ ગ્રાહકોનો સંપર્ક કરીને એમ. પેસામાં પડેલાં ગ્રાહકોના પૈસા પરત આપવાનું કામકાજ કરતો હતો. તેવામાં જૂન 2024માં કંપની મેનેજર હિતેશ ગાંધીને કેટલાક નાણાં ગ્રાહકોને ન ચૂકવાયાની જાણ થઇ હતી. જે બાબતે દુર્ગેશકુમારને જાણ કરતા તપાસ હાથ ધરાઇ હતી. ફઝલુદ્દીન સૈયદે એમ. પેસા વોલેટમાંથી ગ્રાહકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની બદલે અમુક ટ્રાન્ઝેક્શન કરી પોતાના તથા સંબંધીઓના ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે ફઝલુદ્દીન સૈયદને પૂછતા તેણે આ વાત સ્વીકારતા ટર્મિનેટ કરાયો હતો. કંપનીએ તપાસ કરતા અલગ અલગ 57 ટ્રાન્ઝેક્શન દ્વારા 17.85 લાખ ટ્રાન્સફર થયા હતા. જેથી કંપનીના પૂર્વ કર્મચારી ફઝલુદ્દીન સૈયદ(રહે. બાગે તાહીર સોસાયટી, વેજલપુર) વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફઝલુદ્દીન સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Vodafone નો કર્મચારી ફઝલુદીન સૈયદ ગ્રાહકોના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી કંપની અને કસ્ટમર સાથે ચીટિંગ કર્યું Vodafone employee Fazludin Syed cheated with the company and customers by transferring customers’ money to his own account.

Vodafone employee Fazludin Syed cheated with the company and customers by transferring customers’ money to his own account. વોડાફોન હાઉસના…

DRI Director Revenue Team raided the manufacturing unit of MD Drugs in Meghnagar Farm Camp Pvt Ltd and arrested drug mafia Vijay Singh Rathore.

મેઘનગર ફાર્મ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ માં એમ ડી ડ્રગ્સ ના મેન્યુફેક્ચર યુનિટ ઉપર DRI ડાયરેક્ટર રેવન્યુ ટીમે રેડ પાડી ડ્રગ્સ માફિયા વિજયસિંહરાઠોડ ની ધરપકડ કરી DRI Director Revenue Team raided the manufacturing unit of MD Drugs in Meghnagar Farm Camp Pvt Ltd and arrested drug mafia Vijay Singh Rathore.

ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા ઝંબુઆ પાસે કેન્દ્ર સરકારની ડીઆરઆઇની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં આ જગ્યા પરથી રૂપિયા…

At Kalupur railway station in Ahmedabad, commuters go up stairs, harassing them

Ahmedabad કાલુપુર રેલવે સ્ટેશનમાં મુસાફરોને હાલાકી, સીડી ચઢીને જાય છે At Kalupur railway station in Ahmedabad, commuters go up stairs, harassing them

રિડેવલપમેન્ટને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે.Passengers are suffering due to redevelopment. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને મુસાફરોને હાલાકી પડી રહી…

Congress leader Jairam Ramesh advocated amending the Constitution to remove the 50% cap on reservation

કોંગ્રેસના નેતા જયરામ રમેશે અનામત પરની 50% મર્યાદા દૂર કરવા બંધારણમાં સુધારો કરવાની હિમાયત કરી Congress leader Jairam Ramesh advocated amending the Constitution to remove the 50% cap on reservation

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભારતના સામાજિક માળખામાં જાતિ પ્રણાલીના ઐતિહાસિક મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે તે…

You missed

Translate »
error: Content is protected !!