ગુજરાતમાં દારુબંધી કેટલી કારગર છે એતો આપણે બધા જાણીએ જ છીએ. રાજ્યમાં રોજેરોજ દારુબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. દારુ પાર્ટીથી લઈને દારુ પીને અકસ્માત કરનારાઓના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જાે કે, આજે જે કિસ્સો સામે આવ્યો છે તેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. કારણે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના પીપલોદ પોલીસ સ્ટેશન ખાતેથી સામે આવી છે. ૨૦-૦૮-૨૦૨૩ એ સ્ટેટ વિજિલન્સની ટીમે ૪૪ લાખ ઉપરાંતનો દારૂ પકડ્યો હતો. એસપીને દારૂની પેટી ગાયબ થયાની બાતમી મળતા તપાસ કરી હતી. જેમાં દારૂની પેટીઓની ગણતરી કરતા ૨૩ પેટી દારૂ ગાયબ જાેવા મળ્યો હતો. દારૂની પેટી ચોરીના બનાવમાં સંડોવાયેલા ૧૫ જેટલા આરોપી સામે નામ જાેગ ગુનો નોંધવામા આવ્યો છે. દારૂ ચોરીના પ્રકરણમાં પીપલોદ પોલીસ સ્ટેશનના ૧ પોલીસ કોન્સ્ટેબલ, ૭-ય્ઇડ્ઢ, ૨-્ઇમ્, ૪-પબ્લીકના માણસો સહીત ૧૫ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં ૧૫ આરોપીમાંથી ૮ આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. જે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં ૭ જીઆરડી, ૧ ટીઆરબી, ૧ અન્ય પબ્લિક એમ કૂલ ૯ની અટકાયત કરવામાં આવી છે.