સુખદેવસિંહ ગોગામેડી પર ૧૨ રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી
જયપુર-રાજસ્થાન,તા.-૫
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની હત્યા સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની હત્યા સંબંધિત સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે બદમાશ આરામથી બેસીને સુખદેવ સિંહ ગોગામેડી સાથે વાત કરી રહ્યો હતો. આ એકાએક ઉભો થયો અને અચાનક તેઓએ દે ધનાધન ગોળીબાર કર્યો હતો.. સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરના શ્યામ નગર જનપથ સ્થિત તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. હાલમાં આ હત્યાકાંડની જવાબદારી રાજસ્થાનની રોહિત ગોદારા ગેંગે લીધી છે. હત્યાકાંડ સાથે જાેડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. પહેલા સીસીટીવી વિડિયોમાં જાેવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેમની સામે ત્રણ લોકો બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો.. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરી રહેલા બે લોકોએ ગોગામેડી તેમજ ત્યાં હાજર અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. પરંતુ વીડિયો જાેતા સ્પષ્ટ થાય છે કે તેમનું નિશાન મુખ્યત્વે ગોગામેડી હતું. કુલ એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ગોગામેડીને નિશાન બનાવી હતી.