દૂધમાં સાકર ભળી જાય એ રીતે મહારાષ્ટ્ર સમાજ ગુજરાતના લોકોમાં ભળીને રહ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો વિચાર દેશની સમક્ષ વર્ષ ૨૦૧૪માં મૂક્યો, પરંતુ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના મૂળવાસીઓ ૧૦૦ વર્ષથી આ કલ્પનાને સાબિત કરવાનું અદભુત કાર્ય કર્યું છેઃ ગૃહમંત્રી અમિતભાઈ શાહ
ગુજરાતની ધરતીના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને સ્વરાજ અપાવ્યું અને ગુજરાતના જ બે સપૂતો નરેન્દ્ર મોદી અને અમિત શાહે સ્વરાજને સુરાજ્યમાં ફેરવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ શહેરમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત ની એવી કલ્પના આપણા સૌની સમક્ષ રાખી છે કે વિવિધ રાજ્યોના લોકો, વિવિધ સંસ્કૃતિ, વિવિધ પહેરવેશ અને વિવિધ ખાનપાનને સાથે રાખીને ભારતની એકતા માટે પ્રયાસ કરે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર દેશની સમક્ષ વર્ષ ૨૦૧૪માં મૂક્યો હતો, પરંતુ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના મૂળ નિવાસીઓ ૧૦૦ વર્ષથી આ કલ્પનાને સાબિત કરવાનું અદભુત કાર્ય કર્યું છે, જેનો આનંદ અનુભવાય છે. મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે ભારતના વિવિધ પ્રદેશોને ઐતિહાસિક મહાપુરુષો આપવાનું કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર સમાજ અમદાવાદની સ્થાપના મહર્ષિ કર્વે જેવા મહાપુરુષના હસ્તે થઈ હતી અને ૧૯૨૪થી લઈને અત્યાર સુધી અમદાવાદ મહારાષ્ટ્ર સમાજના લોકો ગુજરાતના બનીને મહારાષ્ટ્રના ગૌરવને સાચવ્યું છે. અને મહારાષ્ટ્ર સમાજના લોકોએ મરાઠી સ્કૂલ, ભગિની સમાજ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી જેવા અનેક પ્રકારના નવા નવા ઉપક્રમ ૧૦૦ વર્ષ દરમિયાન જાેડ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે આપણે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છીએ, અને આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ શિવાજી મહારાજને યાદ કર્યા વગર આઝાદીની કલ્પના પણ ન કરી શકીએ, શિવાજી મહારાજે માત્ર ૧૫ કે ૧૬ વર્ષની ઉંમરમાં સ્વતંત્રતાની અને સ્વરાજની કલ્પના કરી હતી. જેના પરિણામ સ્વરૂપે તેમના દ્વારા પ્રચલિત કરેલી મશાલ ૧૫૦ વર્ષ થતા થતા અટકથી કટક અને તામિલનાડુથી ગુજરાત સુધી સર્વત્ર સ્વરાજની સ્થાપના શિવાજી મહારાજની પ્રેરણા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગૃહ મંત્રીએ લોકમાન્ય તિલકની વાત કરતા જણાવ્યું હતું કે સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ જંપીશ આ નારાએ સમગ્ર દેશમાં આઝાદીની જ્વાળા જીવંત કરવાનું કાર્ય કર્યું હતું. આ સાથેજ અનેક સમાજ સુધારકો જેવા કે જાેતિબા અને સાવિત્રીબાઈ ફૂલે, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સયાજીરાવ ગાયકવાડ જેવા અનેક સમાજ સુધારકોએ સામાજિક સમરસતા માટે પોતાનું યોગદાન આપ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ આપણે સૌ ખૂબ જ ટૂંકા ગાળામાં આર્થિક ક્ષેત્રમાં પાંચમા નંબરથી ત્રીજા નંબર પર પહોંચી જઈશું તેવો મને વિશ્વાસ છે. આ સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચંદ્રયાન હોય, ૩૭૦નીકલમ હોય ભારત પાકિસ્તાન સર્જીકલ સ્ટ્રાઈક હોય કે ય્૨૦ થકી વિવિધ દેશોમાં ભારતનો ત્રિરંગો લહેરાવાનું કાર્ય હોય, આ તમામ ક્ષેત્રોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને
આગળ વધારવાનું કાર્ય કર્યું છે.કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત તેની આઝાદીની શતાબ્દી મનાવતોહોય એ વર્ષે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હોય એવા મહાન ભારતની રચનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો મંત્ર નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત થકી આપ્યો છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દૂધમાં જેમ સાકર ભળી જાય એ રીતે મહારાષ્ટ્ર સમાજ ગુજરાતના લોકોમાં ભળીને રહ્યો એનો ખૂબ જ આનંદ છે, અને આ સમાજે ગુજરાતમાં રહી ગુજરાતની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન આપ્યું એ બદલ હું તેમને શુભકામના પાઠવું છું.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવ માટે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ દેશ આઝાદીના ૭૫ વર્ષ ઊજવીને અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને એ જ સમયે આ સમાજના સો વર્ષ પૂર્ણ થયા છે, એ સુયોગ છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં નરેન્દ્ર મોદીએ પાંચ સંકલ્પો આપ્યા છે, તેમાં દેશવાસીઓની એકતાનો સંકલ્પ અને આપણા વારસા પર ગૌરવ કરવાનો સંકલ્પ મહત્વનો છે, એ સંકલ્પ અહીં સાકાર થતો દેખાય છે, તેમ તેમણેજણાવ્યું હતું.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આપણને સ્વરાજ અપાવ્યું અને ગુજરાતના જ બે સપૂતો નરેન્દ્ર મોદી અને અમિત શાહે સ્વરાજને સુરાજ્યમાં ફેરવ્યું છે. આ બન્ને નેતાઓએ ૩૭૦ની કલમ રદ્દ કરી કાશ્મીરના ભારત સાથેના જાેડાણને પરિપૂર્ણ કર્યું છે, જેના પર તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે પણ મહોર કરી છે. દેશમાં ત્રિપલ તલાક નાબૂદ કરવાનો ક્રાંતિકારી ર્નિણય પણ અમિતભાઈની દૃઢતા દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના પરિશ્રમ યજ્ઞમાં અને આઝાદ દેશના પ્રગતિ પંથ પર ગુજરાત મહારાષ્ટ્ર સતત સાથે રહ્યા છે. ગુજરાત મહારાષ્ટ્ર ૧૯૬૦માં અલગ અલગ રાજ્ય તરીકે ભલે અસ્તિત્વમાં આવ્યા છતાં આજે એક જ પરિવારના બે ભાઈની જેમ વિકાસ રાહે આગળ વધ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રનું ઉત્તમ ઉદાહરણ આ બે રાજ્યો બન્યા છે,એમ તેમણે ઉમેર્યું હતું.મહારાષ્ટ્રની અસ્મિતાનું ભવ્ય ગૌરવગાન થોડાક દિવસ પહેલા જ સિંધુ દુર્ગમાં કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાજ છત્રપતિ શિવાજીના ભવ્ય સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. જ્યાં તેમણે દેશની નૌસેનામાં ગુલામી કાળથી જાેડાયેલા ચિન્હોને બદલે ભારતીય ચિન્હો અપનાવવાની જાહેરાત કરી હતી અને નૌસેનાના ગૌરવ ચિન્હ સાથે શિવાજી મહારાજના ભવ્ય વારસાને જાેડી આપ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પટેલે વધુમાં જણાવ્યું હતું કે,નૌસેનાનો યુનિફોર્મ પહેરીને દેશની સુરક્ષામાં તૈનાત દરેક સૈનિકને નવા ચિન્હને કારણે શિવાજી મહારાજના શોર્યનું સ્મરણ રહેશે અને આપણા ભવ્ય વારસાનું સતત ગૌરવ અનુભવાશે દેશ દેશની અવિરત પ્રગતિની અને ભારતીયતાના ગૌરવની આ ગેરંટી કોઈ આપી શકે એમ હોય તો એ નરેન્દ્ર મોદી જ આપી શકે તેમ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
અંતે તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ વિકસિત ભારતજ્ર૨૦૪૭ માટે આપણે સૌએ કમર કસી છે. રાષ્ટ્રહિત સર્વોપરિ રાખી એકતા અને બંધુતાનો ભાવ હૈયે રાખી એક બની નેક બની વિકસિત ભારતજ્ર૨૦૪૭ બનીએ, તેમ તેમણે
જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી, મહારાષ્ટ્ર સમાજના આગેવાન શકુનભાઈ આપ્ટે, આગેવાન પરાગભાઈ નાયર, તેમજ સ્થાનિક ધારાસભ્યો સમાજના અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.