A complaint was registered against Salman Chishti of AjmerA complaint was registered against Salman Chishti of Ajmer

અજમેરના હિસ્ટ્રીશીટરે નૂપુર શર્માનું માથુ કાપી લાવનારને ઈનામ આપવાની વાત કહી

અજમેરના સલમાન ચિશ્તિ ફરાર હાલ કાશ્મીર હોવાનું લોકેશન મળ્યું છે.

રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાનો મામલો હજુ શાંત નહતો પડ્યો ત્યાં તો વધુ એક વીડિયોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે. અજમેર દરગાહના હિસ્ટ્રીશીટર સલમાન ચિશ્તિએ ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને મારી નાખવાની ધમકી આપી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માનું માથું વાઢી નાખનારાને પોતાનું મકાન આપવાની વાત કરી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન અલર્ટ મોડમાં છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માને ગોળી મારવાની કે મારી નાખવાની વાત કરી રહ્યો છે. આ સાથે જ વીડિયોમાં તે એવું પણ કહેતો જાેવા મળી રહ્યો છ ેકે જે પણ વ્યક્તિ નુપુર શર્માને મારી નાખશે તેને તે ઈનામ તરીકે પૈસા અને પોતાનું મકાન આપશે. વીડિયો વાયરલ થયા બાદ છજીઁ વિકાસ સાંગવાનનું નિવેદન સામે આવ્યું છે. સાંગવાને કહ્યું કે વોટ્‌સએપના માધ્યમથી તેને પણ આ વીડિયો મળ્યો છે. તેમણે કહ્યું કે વીડિયો અંગે પોલીસ પ્રશાસનનું વલણ એકદમ કડક છે. વીડિયોમાં સલમાન ચિશ્તિ નશાની હાલતમાં જાેવા મળી રહ્યો છે. આ અંગે પોલીસે દરગાહના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જેમ બને તેમ જલદી વીડિયોને વાયરલ થતો રોકવાના નિર્દેશ આપ્યા છે. આરોપી સલમાન ચિશ્તિ દરગાહ પોલીસ મથક વિસ્તારનો રહીશ છે. પોલીસ સલમાનની શોધ કરી રહી છે. તેને જલદી પકડી લેવાશે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

You missed

Translate »
error: Content is protected !!