Government is bringing strict laws for digital media

ડિજિટલ મીડિયા માટે સરકાર લાવી રહી છે સખ્ત કાયદો

Government is bringing strict laws for digital media

કેન્દ્ર સરકાર દેશમાં ડિજિટલ મીડિયા ન્યૂઝ પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે રજિસ્ટ્રેશની પ્રક્રિયા આગળ લાવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર આ માટે નવો કાયદો લાવી રહી છે. તેનું નામ ધ રજિસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ પીરિયોડિકલ બિલ ૨૦૧૯ હશે. આ બિલ ધ પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ ૧૮૬૭ ના બદલે કામ કરશે. પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ ૧૮૬૭ ભારતમાં કાર્યરત પ્રિન્ટીંગ પ્રેસ અને દેશમાં છપાતા અખબારોનું નિયમન કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદાના અમલ પછી તેનું ઉલ્લંઘન તે સંસ્થા/વ્યક્તિને સજાને પાત્ર બનાવી શકે છે. કેબિનેટ આ બિલ પર જલ્દીથી ચર્ચા કરશે. આ બિલમાં પ્રસ્તાવ છે કે ડિજિટલ ન્યૂઝ પોર્ટલના સમાચારપત્રોના બરાબર માનવામાં આવશે. તેના અનુસાર ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મને પ્રેસ રજિસ્ટ્રાર જનરલની પાસે પંજીકૃત કરવા માટે કહેવામાં આવી શકે છે.

પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે ભારતમાં વર્તમાન અખબારોના રજિસ્ટ્રાર જેટલી જ સત્તાઓ હશે. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે રજીસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ પીરિયોડિકલ બિલનો ડ્રાફ્ટ લોકોમાં વહેંચ્યો હતો. આ બિલ અનુસાર ડિજિટલ પ્લેટફોર્મનું રજિસ્ટ્રેશન અને રેગ્યુલેશન સરળ બનશે. આ બિલમાં ડિજિટલ મીડિયા પરના સમાચારને “ડિજિટલ ફોર્મેટમાં સમાચાર” તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે ઇન્ટરનેટ, કમ્પ્યુટર અથવા મોબાઇલ નેટવર્ક પર પ્રસારિત થઈ શકે છે અને તેમાં ટેક્સ્ટ, ઑડિયો, વિડિયો અને ગ્રાફિક્સનો સમાવેશ થાય છે. અને આ માટે રજિસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ પીરિયોડિક્લ્સ ૨૦૧૯ની મુખ્ય વિશેષતાઓ પણ આ પ્રકાર છે. જેમાં સૌ પ્રથમ આ બિલમાં પુસ્તકોની નોંધણી અને તેની સાથે જાેડાયેલી બાબતોને લગતી હાલની જાેગવાઈઓને દૂર કરવાનો પ્રસ્તાવ છે. ત્યારબાદ બિલ મુજબ પ્રકાશકો/મુદ્રકો દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જાહેરાત સબમિટ કરવાની હાલની પ્રક્રિયા સમાપ્ત થશે. તે પછી આ બિલથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અખબારોમાં સરકારી જાહેરાતો આપવા, અખબારોની માન્યતા નક્કી કરવા માટે નિયમો બનાવી શકશે. અને તેના પછી આ બિલ ઈ-પેપર્સની નોંધણી માટે એક સરળ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકે છે. અને ત્યાર પછી છેલ્લે આ બિલ પ્રકાશકો પર કાર્યવાહી કરવા માટે ઁઇમ્ એક્ટ, ૧૮૬૭ હેઠળની અગાઉની જાેગવાઈને દૂર કરવાની દરખાસ્ત કરે છે.

You missed

Translate »
error: Content is protected !!