રિડેવલપમેન્ટને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે.Passengers are suffering due to redevelopment.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને મુસાફરોને હાલાકી પડી રહી છે.રિડેવલપમેન્ટને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે.લિફ્ટ કે એસ્કેલેટર સુવિધા વગર મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે.સરસપુર તરફના રેલવે સ્ટેશન પર અસુવિધા છે જેના કારણે મુસાફરો મિડીયા સમક્ષ આક્રોશ ઠાલવી રહ્યા છે.મુસાફરોને સીડીઓ ચઢીને પ્લેટફોર્મ પર જવું પડે છે જેના કારણે હાલાકી પડી રહી છે.સરસપુરથી આવતા મુસાફરોને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે,ટિકિટ વિન્ડો ન હોવાથી 2 કિમી ફરીને આવવા મજબૂર થયા છે મુસાફરો.મુસાફરોની માગ છે કે,હંગામી ધોરણે ટિકીટ વિન્ડો શરૂ કરવામાં આવે,જો ટિકીટ વિન્ડો શરૂ કરવામાં આવે તો મુશ્કેલીનો સામનો કરવો નહી પડે અને સરળતા રહેશે.મુસાફરો સાથે સામાન હોય
રોડને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ હેતુસર ટ્રાફિક પોલીસના જાહેરનામાને અનુલક્ષીને AMTS અને BRTSના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત BRTS બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ્ જતી અને ત્યાંથી પસાર થતી AMTS બસના 161 રૂટમાં ફેરફાર કરાયા છે તેમજ BRTSની બસ રૂટમાં પણ ફેરફાર કરાયા છે. AMTS, BRTSના બસ રૂટમાં કરાયેલા ફેરફાર અને રૂટ બંધ કરાયા છે તેને તા. 11 સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન થઈને પસાર થતી BRTS બસના સાત રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે બે રૂટને સદંતર બંધ કરવામાં આવ્યા છે.
સારંગપુર સર્કલથી કાલુપુર વન-વે
કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડીને તે જગ્યા પર નવુ અધત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી કરવાની છે. જેના પગલે આજથી ત્રણ વર્ષ સુધી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો રેલ્વે સ્ટેશન તરફ્નો એક સાઈડનો રસ્તો વાહન વ્યવહારની અવર જવર માટે બંધ રહેશે. જેથી તેની વિરુધ્ધ દિશાનો રોડ પર વન-વે તરીકે જ ઉપયોગ કરી શકાશે. કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરીના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જ્યારે આ રસ્તો બંધ રહેવાથી ટ્રાફ્કિની સમસ્યા ઘણી સર્જાશે. ત્યારે વૈકલ્પિક માગ તરીકે વાહનચાલકો સારંગપુર સર્કલથી પાંચકુવા થઈ રેલ્વે સ્ટેશન તથા કાલુપુર જવા માટે મોતીમહેલ થઈને જવુ પડશે.