ખૂની યાસીન કણીયાની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકનાં માર્ગદર્શન હેઠળક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટ , સ્કોડના અધિકારીએ આપેલ સુચનાથી પો.સ.ઈ. જે.ડી.બારોટ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.સ.ઈ. જે.ડી.બારોટને ખાનગી બાતમી મળેલ કે, “ગઇ તા.૨૪/૬/૨૦૨૨ ના વહેલી સવારના છ થી સાડા છ વાગ્યા દરમ્યાન આર.એ.એફ કેમ્પ સામે હુન્ડાઇ શોરૂમ પાસે જાહેર રોડ ઉપર વસ્ત્રાલ અમદાવાદ ખાતે મરનાર શૈલેષભાઇ લાલજીભાઇ પ્રજાપતિને એક સફેદ કલરના પીકઅપ ડાલા જેવા વાહનના ચાલકે જોરદાર ટક્કર મારી એકસીડન્ટ કરી મોત નિપજાવેલ હોવા સબંધે ટ્રાફિક “આઇ” પોલીસ સ્ટેશન પાર્ટમાં ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ (એ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ (બી) મુજબનો ગુનો દાખલ થયેલ. જે અકસ્માત સબંધે તપાસ દરમ્યાન મરણજનારના પત્ની તથા તેના પ્રેમીએ શૈલેષભાઈને અકસ્માતમાં મારી નાખવા સારૂ યાસીન @ કાણીયાનાને સોપારી આપેલ હોવાનું તપાસમાં જણાય આવ્યું હતું. જે ગુન્હામાં વોન્ટેડ ચાસીન ઉર્ફે કાણીયો હાલમાં ગોમતીપુર ચાર તોડા કબ્રસ્તાન પાસે જાહેરમાં ઉભો છે.” જે બાતમી આધારે જગ્યાએ જઈ તપાસ કરતા તે ઈસમ મળી આવતા જેનું નામ ઠામ પુછતાં મોહંમદયાસીન @ કાણીયો સ/ઓ નજીબુલ્લા અંસારી, ઉ.વ. ૪૩, રહે. મ.નં. ૧૪૬, પુજારીની ચાલી, ચાર તોડા કબ્રસ્તાનની સામે, ગોમતીપુર અમદાવાદનુ હોવાનું બહાર આવ્યું હતું. પુછપરછ કરતાં હકીકત જણાવેલ કે, આજથી આશરે દોઢ બે માસથી પોતેbનિતીન કાનજીભાઈ પ્રજાપતિ રહે. ગીરીવર ગેલીક્ષી, વસ્ત્રાલ અમદાવાદ શહેરના પરિચયમાં આવેલ. તેમજ નિતીનભાઈ પ્રજાપતીએ પોતાને જણાવેલ કે તે તથા તેની પ્રેમીકા એકબીજાને પ્રેમ કરે છે. જે વાતની જાણ પ્રેમીકા પતિને થઈ ગયેલ છે. જેના કારણે તેને અકસ્માતમાં મારી નાખવાનો પ્લાન બનાવેલ જે કામ પોતાને કરવાની તેમજ કામ પેટે પૈસા આપવાની વાત કરેલ. જેથી પોતે પૈસાની લાલચમાં આવી કામ કરવા પોતાના મિત્રની મહિન્દ્રા પિક-વાન (ડાલુ) લાવી પોતાના ઓળખીતા રાહિલ @ રાહુલ રહે. સારંગપુર તથા અકરમ ઘાંચી રહે. જાલમપુરીની ચાલી સરસપુરનાની મદદથી ગઈ તા.૨૪/૦૬/૨૦૨૨ ના રોજ હુન્ડાઇ શોરૂમ પાસે જાહેર રોડ ઉપર વસ્ત્રાલ ખાતે મરણજનારને પાછળથી ટક્કર મારી ઇજાઓ કરી મોત કરાવ્યાની કબુલાત કરી હતી . જે ગુન્હામાં સદર ઈસમ નાસતો ફરતો રહેલ હોય, જેથી સદર ઈસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઈ મુજબ તા.૦૮/૦૭/૨૦૨૨ ના રોજ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ :
આ કામે પકડાયેલ ઈસમ અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ખુનના તથા મારામારી તથા દારૂના કેસમાં પકડાયેલ છે. તે સિવાય પશ્વિમ રેલ્વે પોલીસ સ્ટેશન ત્રણ થી ચાર વાર જુગારના કેસમાં તથા મારામારીના ગુન્હામાં તથા દેશી દારૂના કેસમાં પણ પકડાયેલ છે. તે સિવાય કાલુપુર પોલીસ સ્ટેશનમાં જુગાર તથા મારામારીના ગુન્હામાં પકડાયેલ છે.