ED in Maharashtra means the government of Eknath-DevendraED in Maharashtra means the government of Eknath-Devendra

મહારાષ્ટ્રમાં ઈડી એટલે એકનાથ-દેવેન્દ્રની સરકાર

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કર્યા પછી ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તે લોકોનો ધન્યવાદ જેમણે પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું. એકનાથ શિંદે બાલાસાહેબ ઠાકરેની વિચારધારાના સાચા અનુયાયી છે. શિંદેને ક્યારેય પોતાના જીવની ચિંતા કરી નથી. તે હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહે છે. તેમણે હંમેશા જમીન પર કામ કર્યું છે. ફડણવીસે કહ્યું કે મેં એક વખત કહ્યું હતું કે હું પાછો આવીશ. જાેકે જ્યારે મેં આવું કહ્યું તો ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી. હું આજે પાછો આવ્યો છું અને તેમને (એકનાથ શિંદે) પોતાની સાથે લાવ્યો છું. હું તે લોકો સાથે બદલો લઇશ નહીં, જેમણે મારી મજાક ઉડાવી હતી. હું તેમને માફ કરી દઇશ. રાજનીતિમાં દરેક વાતને ગંભીરતાથી લેવાય નહીં. આ વિદ્રોહી ધારાસભ્ય ઇડીના કારણે આવ્યા છે જે એકનાથ અને દેવેન્દ્ર છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં એકનાથ શિંદે સરકારે વિશ્વાસમત જીતી લીધો છે. ઉદ્ધવ જૂથના અન્ય એક ધારાસભ્ય શ્યામસુંદર શિંદે વિશ્વાસમત પહેલા એકનાથ શિંદે સમૂહમાં સામેલ થઇ ગયા હતા. ગઇકાલથી લઇને શિવસેનાના ૨ ધારાસભ્ય શિંદે જૂથમાં આવી ગયા છે. એકનાથ શિંદેના સમર્થનમાં ૧૬૪ વોટ પડ્યા હતા. ઉદ્ધવ જૂથની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ અઘાડી ગઠબંધનના પક્ષમાં ૯૯ વોટ પડ્યા હતા. સદનમાં રહેલા ૩ ધારાસભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ઘણા મુદ્દા પર પોતાનો પક્ષ રાખ્યો હતો. ફડણવીસે કહ્યું કે તે પાર્ટી જેણે મને મુખ્યમંત્રી બનાવ્યો જાે મારી પાર્ટી મને કહે તો હું ઘરે પણ બેસી જાઉં. આજે હું તમને જણાવું છે આ સરકારમાં ક્યારેય સત્તા માટે સંઘર્ષ નહીં હોય, અમે સહયોગ કરતા રહીશું. લોકો કટાક્ષ કરે છે કે આ ઇડી સરકાર છે, હા આ એકનાથ અને દેવેન્દ્રની સરકાર છે, ઇડી સરકાર છે. ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું કે અમારા ગઠબંધનને જનાદેશ મળ્યો હતો પણ અમને જાણી જાેઈને બહુમતથી દુર કરવામાં આવ્યા હતા. અમે ફરી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના સાથે પોતાની સરકાર બનાવી છે. સાચા શિવસૈનિકને સીએમ બનાવવામાં આવ્યા છે. હું પોતાની પાર્ટીના આદેશ પર ડિપ્ટી સીએમ બન્યો છું.

You missed

Translate »
error: Content is protected !!