મેડિક્લેમ હોવા છતાં બીમારીમાં વીમા કંપનીએ રકમ ન ચૂકવી
નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલા જવાહર નગરમાં આવેલી મયુર સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ પ્રદીપકુમાર રૂપચંદાણી પાસે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની મેડીક્લેમ પોલિસી છે. જેનો સમયગાળો તા.૧૧/૯/૧૯થી તા.૧૦/૯/૨૦નો હતો. તેમની પત્ની કોમલબેનને શ્વાસ લેવામાં તકલીફ ગભરામણની થતા તેઓને આણંદ મુકામે ઝાયડસ હોસ્પીટલમાં તા. ૧૪/૧૧/૧૯ ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર આપ્યા બાદ તા.૧૮/૧૧/૧૯ના રોજ ડિસ્ચાર્જ થયા હતા અને તેમની સારવારનો કુલ ખર્ચ રૂપીયા ૩૭ હજાર ૫૮ થયો હતો જે રકમ મેળવવા માટે ઓમપ્રકાશે ક્લેઇમ ફોર્મ તૈયાર કરીને વીમા કંપનીમાં મોકલ્યો હતો. ઓમપ્રકાશે ક્લેઇમ ફોર્મ તૈયાર કરીને વીમા કંપનીમાં મોકલ્યો, પરંતુ વીમા કંપનીએ કોમલબેનની અગાઉની ગર્ભાવસ્થાની સ્થિતિને ટાંકીને તેને વર્તમાન બિમારી સાથે જાેડીને ક્લેઇમ નામંજૂર કર્યો હતો. જેથી ઓમપ્રકાશે નવોદય ગ્રાહક સુરક્ષામાં રજૂઆત કરી હતી. નવોદય ગ્રાહક સુરક્ષાના પ્રતિનિધિ અબ્દુલ રસીદ ગુલામ રસુલ શેખ આ બાબતે વીમા કંપનીમાં નોટિસ આપી હતી, પરંતુ વીમા કંપનીએ કોઈ જાતનો જવાબ ન આપતા આખરે નડિયાદ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં અરજદાર તરીકે ઓમપ્રકાશ અને નવોદય ગ્રાહક ભંડારના અબ્દુલ રસીદ શેખ બન્યા હતા. નવોદય ગ્રાહક મંડળના પ્રતિનિધિએ ઓમ પ્રકાશ તરફથી જવાબ રજૂ કર્યા હતા. આ જવાબને ધ્યાનમાં રાખીને ગ્રાહક કોર્ટે નેશનલ ઇન્સ્યોરન્સ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે અને અરજદારને રૂપીયા ૩૭ હજાર ૫૮ ચૂકવી આપવા તથા માનસિક ત્રાસ પેટે રૂપિયા ૧૫૦૦ અલગથી ચૂકવી આપવા હુકમ કર્યો છે.નડિયાદના એક વ્યક્તિ પાસે મેડીક્લેમ પોલિસી હોવા છતાં તેની પત્નીની બીમારી વખતે થયેલા મેડિકલ ખર્ચના નાણાં ચૂકવવા નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીએ ઇનકાર કરતા મામલો નડિયાદ ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો હતો?. ગ્રાહક કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાનમાં રાખીને નેશનલ ઇન્સ્યોરન્સ વીમા કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો છે અને અરજદારને રૂપિયા ૩૭ હજાર ૫૮ ચૂકવી આપવા હુકમ કર્યો છે.