મદાવાદ વોડાફોન આઈડિયા કંપનીના વોલેટ એપ્લિકેશન એમ. પેસાને આરબીઆઈ તરફથી વર્ષ 2019માં બંધ કરી દેવામાં આવી હતી. તેથી જે પણ ગ્રાહકોના વોલેટમાં પૈસા હતા તે પૈસા ગ્રાહકોના એકાઉન્ટમાં પરત ટ્રાન્સફર કરવા માટે કંપનીએ એક કર્મચારીની નિમણૂક કરી હતી. આ કર્મચારીએ ગ્રાહકોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. 57 ટ્રાન્ઝેક્શન કરીને પોતાના તથા સંબંધીઓના એકાઉન્ટમાં પણ રૂ. 17.85 લાખ ટ્રાન્સફર કર્યા હતા. કંપનીને આ અંગે જાણ થતા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કંપનીએ કર્મચારી વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તર પ્રદેશના દુર્ગેશ સિંઘ શેલામાં રહે છે અને એસજી હાઇવે વોડાફોન આઈડિયા હાઉસમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં જનરલ મેનેજર છે. વોડાફોન આઈડિયા કંપનીની એમ. પૈસા વોલેટ એપ્લિકેશન ચાલતી હતી. જે વર્ષ 2019માં આરબીઆઈ દ્વારા બંધ કરવામાં આવી હતી. એમ. પેસામાં પણ દુર્ગેશસિંઘની ઓથોરાઈઝ્ડ પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એમ. પેસા વોલેટ એપ્લિકેશન બંધ કરવામાં આવી ત્યારે કંપનીના ગ્રાહકોના એમ. પેસામાં જે પણ પૈસા હતા તે ગ્રાહકોના ખાતામાં પરત ટ્રાન્સફર કરવા માટે કંપની દ્વારા બીજી કંપની શરૂ કરાઇ હતી. જેમાં ફઝલુદ્દીન સૈયદની નિમણૂક કરવામાં આવી હતી. ફઝલુદ્દીન સૈયદ ગ્રાહકોનો સંપર્ક કરીને એમ. પેસામાં પડેલાં ગ્રાહકોના પૈસા પરત આપવાનું કામકાજ કરતો હતો. તેવામાં જૂન 2024માં કંપની મેનેજર હિતેશ ગાંધીને કેટલાક નાણાં ગ્રાહકોને ન ચૂકવાયાની જાણ થઇ હતી. જે બાબતે દુર્ગેશકુમારને જાણ કરતા તપાસ હાથ ધરાઇ હતી. ફઝલુદ્દીન સૈયદે એમ. પેસા વોલેટમાંથી ગ્રાહકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની બદલે અમુક ટ્રાન્ઝેક્શન કરી પોતાના તથા સંબંધીઓના ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે ફઝલુદ્દીન સૈયદને પૂછતા તેણે આ વાત સ્વીકારતા ટર્મિનેટ કરાયો હતો. કંપનીએ તપાસ કરતા અલગ અલગ 57 ટ્રાન્ઝેક્શન દ્વારા 17.85 લાખ ટ્રાન્સફર થયા હતા. જેથી કંપનીના પૂર્વ કર્મચારી ફઝલુદ્દીન સૈયદ(રહે. બાગે તાહીર સોસાયટી, વેજલપુર) વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફઝલુદ્દીન સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.Vodafone employee Fazludin Syed cheated with the company and customers by transferring customers' money to his own account.

Vodafone employee Fazludin Syed cheated with the company and customers by transferring customers’ money to his own account.

વોડાફોન હાઉસના પૂર્વ કર્મીએ પોતાના ખાતામાં 17.85 લાખ ટ્રાન્સફર કર્યાં

મદાવાદ

વોડાફોન આઈડિયા કંપનીના વોલેટ એપ્લિકેશન એમ. પેસાને આરબીઆઈ તરફથી વર્ષ 2019માં બંધ કરી દેવામાં આવી હતી. તેથી જે પણ ગ્રાહકોના વોલેટમાં પૈસા હતા તે પૈસા ગ્રાહકોના એકાઉન્ટમાં પરત ટ્રાન્સફર કરવા માટે કંપનીએ એક કર્મચારીની નિમણૂક કરી હતી. આ કર્મચારીએ ગ્રાહકોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. 57 ટ્રાન્ઝેક્શન કરીને પોતાના તથા સંબંધીઓના એકાઉન્ટમાં પણ રૂ.17.85 લાખ ટ્રાન્સફર કર્યા હતા. કંપનીને આ અંગે જાણ થતા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કંપનીએ કર્મચારી વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

મૂળ ઉત્તર પ્રદેશના દુર્ગેશ સિંઘ શેલામાં રહે છે અને એસજી હાઇવે વોડાફોન આઈડિયા હાઉસમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં જનરલ મેનેજર છે. વોડાફોન આઈડિયા કંપનીની એમ. પૈસા વોલેટ એપ્લિકેશન ચાલતી હતી. જે વર્ષ 2019માં આરબીઆઈ દ્વારા બંધ કરવામાં આવી હતી. એમ. પેસામાં પણ દુર્ગેશસિંઘની ઓથોરાઈઝ્ડ પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એમ. પેસા વોલેટ એપ્લિકેશન બંધ કરવામાં આવી ત્યારે કંપનીના ગ્રાહકોના એમ. પેસામાં જે પણ પૈસા હતા તે ગ્રાહકોના ખાતામાં પરત ટ્રાન્સફર કરવા માટે કંપની દ્વારા બીજી કંપની શરૂ કરાઇ હતી.

જેમાં ફઝલુદ્દીન સૈયદની નિમણૂક કરવામાં આવી હતી. ફઝલુદ્દીન સૈયદ ગ્રાહકોનો સંપર્ક કરીને એમ. પેસામાં પડેલાં ગ્રાહકોના પૈસા પરત આપવાનું કામકાજ કરતો હતો. તેવામાં જૂન 2024માં કંપની મેનેજર હિતેશ ગાંધીને કેટલાક નાણાં ગ્રાહકોને ન ચૂકવાયાની જાણ થઇ હતી. જે બાબતે દુર્ગેશકુમારને જાણ કરતા તપાસ હાથ ધરાઇ હતી. ફઝલુદ્દીન સૈયદે એમ. પેસા વોલેટમાંથી ગ્રાહકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની બદલે અમુક ટ્રાન્ઝેક્શન કરી પોતાના તથા સંબંધીઓના ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે ફઝલુદ્દીન સૈયદને પૂછતા તેણે આ વાત સ્વીકારતા ટર્મિનેટ કરાયો હતો. કંપનીએ તપાસ કરતા અલગ અલગ 57 ટ્રાન્ઝેક્શન દ્વારા 17.85 લાખ ટ્રાન્સફર થયા હતા. જેથી કંપનીના પૂર્વ કર્મચારી ફઝલુદ્દીન સૈયદ(રહે. બાગે તાહીર સોસાયટી, વેજલપુર) વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફઝલુદ્દીન સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You missed

Translate »
error: Content is protected !!