A large number of forest workers arrived in Gandhinagar with various posters and bannersગાંધીનગરમાં વિવિધ પોસ્ટરો અને બેનરો સાથે મોટી સંખ્યામાં વનકર્મીઓ પહોંચ્યા
A large number of forest workers arrived in Gandhinagar with various posters and banners

રાજ્યભરમાં અત્યારે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી વન વિભાગના કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે. તો હવે આ કર્મચારીઓ સરકારનો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. કર્મચારીઓએ પોતાની પડતર માગ સાથે ગાંધીનગરમાં પહોંચ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે વન વિભાગના કર્મચારીઓ વિવિધ પોસ્ટર અને બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ તેમણે વનરક્ષકને ૨,૮૦૦ રૂપિયા અને વનપાલને ૪,૨૦૦ રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે તેવી માગ કરી હતી. આ સાથે જ તેમણે રજા, પગાર અને અન્ય ભથ્થા આપવાની પણ માગ કરી હતી. વન વિભાગના કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વનરક્ષકો વર્ગ ૩ના કર્મચારીઓને ૧૮૦૦ ગ્રેડ પે આપવામાં આવે છે તેમજ વર્ગ ૪ ના કાયમી રોજમદારને ૧૯૦૦ ગ્રેડ પે આપવામાં આવે છે. જેને વધારવાની માગ વનકર્મીઓ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વનરક્ષકો દિવસ રાત ડ્યુટી પર હોય છે. વાર તહેવારની પણ રજા હોતી નથી કે વેકેશન પણ આપવામાં આવતું નથી જેથી વન રક્ષકોને પણ પોલીસ ખાતાની જેમ રજાના દિવસે નોકરી કરાવવામાં આવે તે સમયગાળાનો રજા પગાર આપવા અંગેની જાેગવાઈ કરવા વિનંતી કરવામાં આવી છે. આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે વનકર્મીઓ મોટી સંખ્યામાં પહોચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

You missed

Translate »
error: Content is protected !!