જાફરાબાદ ખાંડી વિસ્તારમાં બિન પરવાનગી એ મેન્ગ્રુજ ના વૃક્ષોનું થતું છેદન તથા કુદરતી દરિયાઇ ખાંડી ઉપર બાંધતા પાળા વનસ્પતિ છેદન કરનાર કસુરવારો સામે પગલાં લેવા માટે ખાંભાના આરટીઆઇ એક્ટિવિસ્ટ તથા લાયન નેચર ફાઉન્ડેશન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભીખુભાઈ બાટાવાળા તથા સામાજિક કાર્યકર તથા એડવોકેટ હરેશભાઇ બાંભણિયા તથા સામાજિક કાર્યકર અને પત્રકાર હિતેન્દ્રભાઈ વિંઝુડા અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી તથા રાજ્યપાલ શ્રી તથા કલેકટર તેમજ આ બાબતે લાગતાવળગતા ખાતાઓમાં થયે લેખિત રજૂઆતો આ રજુઆતમાં પર્યાવરણ પ્રેમીઓ તથા સામાજિક કાર્યકરો તથા સંસ્થાઓ દ્વારા તેમજ સામાજિક કાર્યકર દ્વારા જણાવેલ કે જાફરાબાદના પ્રકૃતિ અને પર્યાવરણ અને જાહેર જનતાના હિત ખાતર જાણ કરવાની કે સરકાર શ્રી દ્વારા સમુદ્ર કિનારા નું મોજાં થી થતું ધોવાણ ન થાય એ માટે લાખો રૂપિયાના ખર્ચે મેન્ગ્રુજ ના વૃક્ષોનું વાવેતર કરી સમુદ્ર કિનારાનું રક્ષણ અને ખારું પાણી ભુગભૅમા આગળ ન આવે જેથી જળ જમીન ના વ્યાપક ખારાં પાણી ને રોકવાના પ્રયાસ રૂપે મેનગ્રુજ ના વૃક્ષો કોસ્ટર વિસ્તારમાં વ્યાપક પણે વાવવામાં આવે છે. જે વૃક્ષોના કારણે પર્યાવરણનું પણ વ્યાપક રક્ષણ સહ સમુદ્ર કિનારાના ધોવાણ અટકાવી શકાય છે.
કુદરતી સૌંદર્યને બચાવવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરતાં પર્યાવરણ પ્રેમીઓ
પરંતુ જાફરાબાદના શહેરના નવા પુલની બાજુમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ દરિયાઇ ખાંડીના કાંઠે કુદરતી રીતે ઉગેલ મેન્ગ્રુજ (ચેર) ના ઝાડને કાપી અને કુદરતી ખાંડી ઉપર પાળા આધુનિક સામાન જે.સી.બી. હીટાચી તેમજ ચાર ટ્રેક્ટરો દ્વારા આશરે દશેક વીઘામા ખેડી અને કોઈ પણ જાતની પરવાનગી લીધા સીવાય કુદરતી સૌંદર્ય ને મોટા પ્રમાણમાં નુકસાન કરી જમીનનું લેવલ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા આધુનિક સામનો જપ્ત કરવા રજૂઆત ચાર પાંચ દિવસ સુધી કુદરતી સૌંદર્યનું નુકસાન કરનારા સામે અધિકારીઓ ના આંખ આડા કાન થતાં હોય તે માટેની નાગરિકો માં ચચૉઓ આ બાબતે અગાઉ લેખિત ફરિયાદ તથા મૌખિક રજૂઆતો અધિકારીઓને તેમના નંબર ઉપર વોટ્સઅપ પર મામલતદાર સાહેબ ને આપેલ અરજી ની તેમજ મેન્ગ્રુજ ઝાડ કાપતા આધુનિક સાધનો દ્વારા થતું ખનન નુકસાન નો વિડિઓ મોકલાવેલ પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થયેલ જાફરાબાદ રાજુલા રોડ ઉપર પુલની બાજુમાં સરકારી બાબુઓ ના નાક નીચે અને નજર સામે બેફામ બેખોફ રીતે મેન્ગ્રુજ ના વૃક્ષોનું નિકંદન કાઢી સમુદ્રી જીવોનાં રહેણાંક ની ઘોરખોદી ગેરકાયદેસર જેસીબી થી તેમજ આધુનિક સાધનો થી વૃક્ષો ને જડ મૂળમાંથી કાઢી પોતાના નિમ્ન સ્વાર્થ ખાતર પ્રકૃતિ અને પર્યાવરણ ને વ્યાપક પણે નુકસાન કરતા તત્વો સામે કાયદાનો ડંડો ઉગાવી કાયદાની રાહે પગલાં લેવા ઉચ્ચ સ્તરીય રજુઆત થયેલ હોય અને તંત્ર ને પડકાર ફેંકતા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પર્યાવરણ પ્રેમીઓ તથા સંસ્થાઓ ધારાશાસ્ત્રી ઓ આવ્યા મેદાને બેખોફ થતું કુદરતી સૌંદર્ય ને અટકાવવા માટે અને મેન્ગ્રુજ ના વૃક્ષોનું થતું છેદન અને કુદરતી ખાંડી ઉપર અડીંગો જમાવતા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવેતો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.
રિપોર્ટ
કિશોર આર. સોલંકી
જાફરાબાદ