Tamil Nadu RSS functionary's house attacked with petrol bomb, police start manhunt for attackerTamil Nadu RSS functionary's house attacked with petrol bomb, police start manhunt for attacker

Tamil Nadu RSS functionary’s house attacked with petrol bomb, police start manhunt for attacker

ચેન્નાઈ,
તમિલનાડુની રાજધાની ચેન્નાઈની પાસે તાંબરમમાં ચિચલાપક્કમ માં આરએસએસના પદાધિકારી સીતારામનના રહેઠાણ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. તાંબરમ પોલીસે કહ્યું કે પેટ્રોલ બોમ્બ ફેંકનાર બે અજ્ઞાત લોકોને પકડવાનો પ્રયત્ન ચાલુ છે. ન્યુઝ એજન્સી એએનઆઈના એક સમાચાર મુજબ ચેન્નાઈના તાંબરમની પાસે આરએસએસના એ કાર્યકર્તાના ઘરે રાતે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પલ્લીકરનાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પોતે રાતે આ હુમલાની તપાસ કરી રહ્યાં છે. સીતારામને કહ્યું કે લગભગ ૪ વાગ્ય તેમણે મોટો અવાજ સાંભળ્યો હતો અને બહાર આગ દેખી હતી. અમે વિચાર્યું કે કદાચ આ શોર્ટ સર્કિટ હશે પરંતુ આવું નહોતું. અમે આગ ઓલવી અને પોલીસ અધિકારીઓને બોલાવ્યા. તેમને આરોપીના ફુટેજ મળી ગયાછે.

તમિલનાડુમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેના પદાધિકારીઓના ઠેકાણાઓ પર એએનઆઈની રેડના થોડા કલાકો પછી અજ્ઞાત લોકોએ એક દિવસ પહેલા પણ રાતે કોઈમ્બતુરમાં ભાજપ કાર્યાલય અને એક કપડાની દુકાન પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. જાેકે આ બંને ઘટનાઓમાં કોઈને પણ ઈજા થઈ હોવા અંગેના સમાચાર નથી. પોલીસે કહ્યું હતું કે ટેક્સટાઈલ સિટી કોઈમ્બતુરના ઓપ્પનાકારા ગલીમાં એક કપડાની દુકાન પર પેટ્રોલ બોમ્બ ફોંકવામાં આવ્યા પછીથી શહેરના સિદ્ધપુદુર વિસ્તારમાં વીકેકે મેનન રોડ પર ભાજપ કાર્યાલયના જિલ્લા મુખ્યાલય પર મોટરસાઈકલ પર આવેલા અજ્ઞાત લોકોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. વિસ્તારમાંથી એકત્રિત કરવામાં આવેલા સીસીટીવી ફુટેજથી ખ્યાલ આવે છે કે એક શખ્સ એક ટુ વ્હીલર પર આવ્યો અને ભાજપ કાર્યાલય પર એક પેટ્રોલ બોમ્બ ફેંક્યો અને પછી ભાગી ગયો હતો. જાેકે આ પેટ્રોલ બોમ્બ ફાટ્યો નહોતો અને ભાજપ કાર્યાલયથી થોડા મીટરના અંતરે પડ્યો હતો. કોઈમ્બતુર શહેરના પોલીસ અધિકારી વી.બાલકૃષ્ણન અને વરિષ્ઠ અધિકારીએ ઘટના સ્થળનું નિરીત્રણ કર્યું હતું. આ હુમલાની નીંદા કરતા ભાજપ તમિલનાડુના અધ્યક્ષ કે અન્નામલાઈ ઈનાએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓથી પાર્ટીના કાર્યકર્તાઓ અટકી જશે નહિ. અમારા કોઈમ્બતુર પાર્ટી કાર્યાલય પર ફેંકવામાં આવેલા પેટ્રોલ બોમ્બથી અમારા ભાઈઓ અને બહેનો થોડા પણ અટકશે નહિ..

You missed

Translate »
error: Content is protected !!