Naroda of North Zone in the encouraging presence of MLA Dr. Payalben Kukrani
A developed India festival was celebrated in the ward
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તરઝોનના
નરોડા વોર્ડમાં ધારાસભ્ય ડો.પાયલબેન કુકરાણીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 22-12-2023 ના
રોજ વિકસિત ભારત રથના આગમન સાથે વિવિધ યોજનાના પ્રચાર પ્રસાર અને લાભોના
વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અર્બન હેલ્થ સેન્ટર, નરોડા ખાતે સવારે અને નેશનલ હેન્ડલૂમની પાછળ બપોર બાદ વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે
નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા વિવિધ યોજનાઓ અંતર્ગત પાત્રતા
ધરાવતા લાભાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. અંદાજિત 2715 જેટલા લોકો આ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. ઉપસ્થિત સૌ લોકોને વિકસિત ભારત સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
બન્ને કાર્યક્રમો અંતર્ગત 1385 લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, 208
લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના, 80 લાભાર્થીઓને પીએમ ઉજજ્વલા યોજના, 102
લાભાર્થીઓને સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), 55 લાભાર્થીઓને પીએમ મુદ્રા લોન, 60
લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા, 76 લાભાર્થીઓને પીએમ ઈ-બસ સેવા, 30 લાભાર્થીઓને
ઉજાલા યોજના સહિત પીએમ ભારતીય જન ઔષધી પરિયોજના અંતર્ગત 84 લાભાર્થીઓને
લાભો/યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત 207 લાભાર્થીઓને આધાર કાર્ડ કઢાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ખેલો ઇન્ડિયા અંતર્ગત 56 ખેલાડીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યાં હતાં.
177 લોકોએ આ પ્રસંગે યોજવામાં આવેલા આરોગ્ય ચકાસણી કેમ્પનો લાભ મેળવ્યો હતો. જે
અંતર્ગત નાગરિકોની ટી. બી., ડાયાબિટીસ, હાયપરટેન્શન જેવા રોગો માટે આરોગ્ય ચકાસણી
અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગોએ કાઉન્સિલર ઓ સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઉત્તર ઝોન) તેમજ મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.