મુંબઈ ખાતે ગઈકાલે ઇન્ટરનેશનલ અરેના યોગ ચેમ્પયનશિપ – 2023 યોજાયો હતો.
જેમાં અનેક દેશોની ટીમે ભાગ લીધો હતો. જેમાં ઇન્ડિયા ટીમ તરફથી સૌથી વધુ મેડલ યોગ
સ્પોર્ટસ ફાઉન્ડેશન ઓફ ગુજરાતની ટીમે મેળવ્યા હતા. આ મેડલમાં 1 ગોલ્ડમેડલ, 4 સિલ્વર
મેડલ, 6 બ્રોન્ઝ મેડલ મળી કુલ ટોટલ 11 મેડલ અને 2 ગોલ્ડન ટ્રોફી હાંસલ કરી ઇન્ડીયા ટીમને
જનરલ ચેમ્પિયનશિપ ગોલ્ડન ટ્રોફી અપાવી હતી.
આ ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશિપમાં “વું હોંગ યેન” કે જેઓ ઈન્ટરનેશનલ યોગ
સ્પોર્ટસ ફાઉન્ડેશન & YSK ઈન્ડિયાના પ્રેસિડેન્ટ છે તેઓ વિશેષ હાજર રહ્યા હતા. અને
ઈન્ટરનેશનલ જનરલ સેક્રેટરી શિવમ મિશ્રા પણ હાજર રહ્યા હતા. આ બંને મહાનુભાવોના
હસ્તે વિજેતા ટીમને મેડલ અને ટ્રોફી એનાયત કરાયા હતા.
ટીમ ઇન્ડિયા તરફથી કોચ અને ઈન્ટરનેશનલ રેફરી ડૉ.મહેબુબ કુરેશી અને મેનેજર
દીપકભાઇ સુથાર તેમજ યોગ સ્પોર્ટસ ફાઉન્ડેશન ઓફ ગુજરાત ના હોદ્દેદારો ભવ્ય શાહ અને
રાજેશ રાઠોડે ટ્રોફી સ્વીકારી હતી.
વિજેતા થયેલ ઉમેદવારોએ આસન, રીધમેટીક અને આર્ટિસ્ટિક યોગમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી
મેડલ મેળવ્યા હતા. જેમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલ ખેલાડીઓની વાત કરીએ તો, ખુશ્બુ પાલે 1
ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ડૉ. અસ્મા વોરાએ 1 સિલ્વર મેડલ
હાંસલ કર્યો હતો. જ્યારે ફાતેમા હિરાણીએ 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
તથા બિનલ ચાવડાએ 1 બ્રોન્ઝ મેડલ અને રેખા શ્રીમાળીએ 1 સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ
ઉપરાંત આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ડૉ.અસ્મા વોરાની ઇન્ટરનેશનલ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે
વરણી કરાઈ હતી.