Harsh Sanghvi In your Raj, a complaint was registered that the policemen have once again become extortionists in AhmedabadHarsh Sanghvi In your Raj, a complaint was registered that the policemen have once again become extortionists in Ahmedabad

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ખાખીને શરમસાર કરતી ઘટના સામે આવી છે. પોલીસ કર્મીઓ ફરી એકવાર ખંડણી ખોર બન્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સોલા પોલીસે ૩ પોલીસ કર્માચારીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે. મોડી રાત્રી દરમિયાન એરપોર્ટથી પરત ઘરે જઈ રહેલા પરિવાર પાસે ૨ લાખ રુપિયાની માંગણી કરી હતી. અંતે ૬૦ હજાર રુપિયા પડાવી લેતા આખરે હવે આ મામલે ખંડણીની ફરિયાદ નોંધાવાઈ છે. સાઉથ બોપલમાં રહેતા એક વેપારીને ડરાવી ધમકાવી પોલીસકર્મીઓ ૬૦ હજાર રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. વેપારી મિલન કેલા તેની પત્ની પ્રિંયંકા અને તેમના ૧ વર્ષના દીકરા સાથે બેંગકોક ફરવા ગયા હતા અને ૨૫ ઓગસ્ટ ના રાત્રીના અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ થી પોતાના ઘરે જવા ઉબેર કેબ કરી હતી. ત્યારે રાત્રીના પોણા એક વાગ્યે ઓગણજ ટોલ ટેક્સ નજીક એક સિવિલ ડ્રેસમાં રહેલ પોલીસ કર્મીએ ગાડી રોકી હતી. બે પોલીસ ડ્રેસમાં અને એક સિવિલ ડ્રેસમાં હાજર પોલીસ કર્મીઓ કેબમાં બેઠેલા વેપારીને કહ્યું કે તમે આટલા મોડા ક્યાંથી આવો છો તમને ખબર નથી પડતી અત્યારે ડ્રાઇવ ચાલુ છે. તમે જાહેરનામાનો ભંગ કરેલ છે જેથી તમારા વિરુદ્ધ ફરિયાદ કરવાની છે. તેમ કહી ડરાવી ધમકાવી મિલન ભાઈને પોલીસ વાનમાં બેસાડી દીધા અને ઉબેર ગાડીમાં રહેલ મિલન ભાઈની પત્ની પ્રિયંકા અને બાળક સાથે એક પોલીસ કર્મી સાથે બેસી ગયો. જે બન્ને ગાડીઓ અવાવરું જગ્યા લઈ જતા વેપારી ડરી ગયા હતા. બાદમાં જ્યાં પોલીસકર્મીએ તેમની પાસેથી ૨ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જાેકે વેપારી સાથે પત્ની અને બાળક હોવાથી પૈસાની રકઝક કરી ૬૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કરીને પૈસા આપ્યા હતા. વેપારી મિલન ભાઈ પાસે આટલા બધા પૈસા ન હોવાથી ખંડણીખોર પોલીસ કર્મીઓને પહેલા ૧૦ હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું. પરંતુ ખૂબ રકઝક કરતા ૬૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું. જેમાં વેપારી મિલન ભાઈએ પાસે પૈસા હાજરમાં ન હોવાથી પોલીસ કર્મીઓ છ્‌સ્ મશીન લઈ ગયા હતા. જ્યાં જગતપૂર ગણેશ ગ્લોરી બિલ્ડીંગ ના છ્‌સ્ ખાતેમાં મિલન ભાઈએ ૪૦ હજાર રૂપિયા ઉપાડી પોલીસ કર્મીને આપ્યા અને બાદમાં ૨૦ હજાર પત્ની પ્રિંયંકાએ ઉબેરના ડ્રાઇવરને ગૂગલ પે કર્યા હતા. જે પૈસા કેબ ડ્રાઇવરે છ્‌સ્ માં ઉપાડીને આપ્યા હતા. જે ૬૦ હજાર રૂપિયા પોલીસ કર્મીએ લીધા બાદ આ વાત કોઈને કહેશો તો સારું નહિ થાય તેમ ધમકી આપી તેઓને જવા દીધા હતા. મામલાની રજૂઆત પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી અને જેના બાદ સોલા પોલીસે બળજબરીથી પૂર્વક પૈસા પડાવનાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. વેપારીની પત્નિ સાથે ગેરવર્તણૂં કરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ પતિ અને પત્નિના ફોન પણ પડાવી લીધા હતા. જ્યારે પૈસા મળ્યા ત્યારે ફોન પરત કર્યા હતા. સોલા પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે વેપારીના પૈસા પડાવનાર કર્મચારી ટ્રાફિક પોલીસ છે. જેઓ ટ્રાફિક વિભાગમાં પોતાની ફરજ બજવે છે. પોલીસે હવે તેમની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી છે. તપાસમાં વધારે પોલીસ કર્મીના નામ ખુલશે તો તેમને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવી શકે છે. ગુજરાત પોલીસે ખાખીને બદનામ કરનારા અને પોલીસની વર્ધીમાં રહીને લૂંટ મચાવનારા અને લોકોને પરેશાન કરનારાઓ સામે આકરા પાણી પગલા ભરવાની કાર્યવાહી શરુ કરી છે.

You missed

Translate »
error: Content is protected !!