અમદાવાદ,
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના નો કેમ્પ અમદાવાદ માં મણિનગર વિધાનસભા ના ઇસનપુર માં આવેલ મચ્છુ ભવન ખાતે ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો… જેમાં શિલ્પકારો અને કારીગરો ને સરળતા થી સહાયતા મળે તે હેતુથી કેન્દ્ર સરકારની યોજના માં સુથાર, લુહાર, મોચી વણકર, દરજી, સોનાર, મૂર્તિકાર, કડિયા કામ તથા વાંસની ટોપલી બનાવનાર, નાઈ વાણંદ, જેવા અનેક જ્ઞાતિ ઓના લાભાર્થીઓ એ આ યોજનાનો લાભ લીધો.
આ પ્રસંગે વિવિધ સમાજના મોટી સંખ્યામાં પધારેલ લોકોને મણીનગર વિધાનસભા ના ધારાસભ્ય અમુલ ભટ્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા વિવિધ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય અમુલ ભટ્ટ નું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના શહેર મંત્રી રાકેશ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.