4 people arrested with ambergris worth Rs 8.70 crore in Sarkhej

4 people arrested with ambergris worth Rs 8.70 crore in Sarkhej
Thank you for reading this post, don't forget to subscribe!અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરીને લગભગ ₹8.70 કરોડની કિંમતના અતિ દુર્લભ એમ્બરગ્રીસ (વ્હેલ વૉમિટ)ના જથ્થા સાથે ચાર શખ્સોને કબજે કર્યા હોવાનું સામે આવ્યું છે. એમ્બરગ્રીસ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ મોંઘું ગણાતું હોવાને કારણે એની હેરાફેરીનો ધંધો છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસે વિશેષ ઈનપુટના આધારે આ ઓપરેશન હાથ ધર્યું.મળતી માહિતી મુજબ, પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલા સત્યદીપ હાઈટ્સ પાસેથી ચાર શખ્સોને વોચ ગોઠવીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પકડેલા ચાર આરોપીઓ પાસેથી કુલ 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ મળ્યા હતા. બજારમાં આ પદાર્થની કિંમત રૂપિયા 8,70,40,000 છે.
ઝડપાયેલા ચાર આરોપીઓની ઓળખ રિંકુસિંહ સમરબહાદુરસિંહ રાજપૂત (ઉં.વ.21), શષાંક પાંડે(ઉં.વ.29), એજેક્સ વ્યાસ(ઉં.વ.23) અને જતીન પાટીલ(ઉં.વ.25) તરીકે થઈ છે. આરોપી અમદાવાદના નરોડા અને ન્યૂ મણિનગર વિસ્તારના રહેવાસી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ એમ્બરગ્રીસનો જથ્થો સુરત ખાતે રહેતા બિપિન સોલંકી નામના એક શખ્સ પાસેથી મેળવ્યો હતો. આરોપી એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહકો શોધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.એમ્બરગ્રીસ શું છે?
એમ્બરગ્રીસ એક પ્રાકૃતિક વેક્સ જેવી દુર્લભ વસ્તુ છે, જે મુખ્યત્વે સ્પર્મ વ્હેલના માથી બને છે. તેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ખૂબ ઊંચી હોય છે. ભારતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ કાયદા હેઠળ એમ્બરગ્રીસની ખરીદી–વેચાણ ગેરકાયદેસર છે.
આગામી પગલાં
હાલ પોલીસ ચારેય શખ્સોને પૂછપરછ હેઠળ રાખી વધુ કોઈ નેટવર્ક જોડાયેલું છે કે નહીં તેની તપાસ કરી રહી છે. સમગ્ર કેસ સંબંધિત વધુ તપાસ ચાલુ છે.

