5 crore fraud in Nirma University

5 crore fraud in Nirma University
Thank you for reading this post, don't forget to subscribe!નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની છેતરપિંડીનો મોટો ભાંડો ફૂટી ગયો છે.
યુનિવર્સિટીના જ કર્મચારી પ્રકાશ ઠાકોર દ્વારા સ્ટુડન્ટ એક્ટિવિટી ફંડ સહિત અનેક વિભાગોની રકમ પોતાના અંગત ખર્ચ માટે વાપરવામાં આવી હોવાનો ગંભીર ખુલાસો થયો છે. આ નાણાકીય ગેરપ્રવૃત્તિમાં સામેલ રોહિત મકવાણા (ઠાકોર) અને નિકેતન દેસભ્રતારને પણ સોલા હાઇકોર્ટ પોલીસે ઝડપી પગલાં લેતા ધરપકડ કરી છે.પોલીસે બેન્ક રેકોર્ડ, ડિજિટલ પુરાવા સહિતની માહિતી કબજે કરી છે અને આ ત્રણેય સામે IPCની ગેરરીતિ, ઠગાઈ અને ક્રિમિનલ બ્રિચ ઓફ ટ્રસ્ટની કલમે ગુનો નોંધાયો છે.
મુખ્ય પ્રશ્ન એ છે – 5 કરોડની આ રકમ ક્યાં વપરાઈ અને આ ગેરરીતિ પાછળ અન્ય કોઈ હાથ છે કે નહીં? સોલા પોલીસ આ આખી કડીને ઉકેલવા માટે આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદ:
નિરમા યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ એક્ટિવિટી ફંડ અને વિવિધ આંતરિક યોજનાઓ માટેની રકમમાં મોટી ગેરરીતિ બહાર આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. યુનિવર્સિટીમાં કામ કરતા પ્રકાશ ઠાકોર પર આ ફંડમાંથી રૂ. 5 કરોડથી વધુ રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરવાનો ગંભીર આરોપ છે.આ ઠગાઈ પ્રકરણમાં તેને સહાય કરનાર રોહિત મકવાણા (ઠાકોર) અને નિકેતન દેસભ્રતારને પણ સોલા હાઇકોર્ટ પોલીસ દ્વારા ઝડપી લઇ થદાર કરવામાં આવ્યા છે.પોલીસે તમામ આરોપીઓ સામે ઠગાઈ, વિશ્વાસઘાત અને નાણાકીય ગેરવહીવટ સંબંધિત IPCની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ ગેરરીતિ લાંબા સમયથી ચાલતી હતી અને ઓડિટ દરમિયાન આ મામલો બહાર આવ્યો હતો. પોલીસ હવે રકમના પ્રવાહ, અન્ય સંડોવણી અને વધુ પુરાવાઓ માટે ઊંડી તપાસ કરી રહી છે.
નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની છેતરપિંડી! 3ની ધરપકડ
પ્રકાશ ઠાકોરે યુનિવર્સિટીની રકમનો કર્યો અંગત ઉપયોગ
રોહિત મકવાણા અને નિકેતન દેસભ્રતાર પણ પોલીસના જાળમાં
સોલા હાઇકોર્ટ પોલીસની કાર્યવાહી — રિમાન્ડ શરૂ
નિરમા યુનિવર્સિટી નાણાકીય ગેરરીતિથી ચકચાર

