
Nida Khan’s “Corporate Jihad” of Conversion and Sexual Harassment at TCS Office in Nashik
Thank you for reading this post, don't forget to subscribe!માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: નાસિકની TCS ઓફિસમાં ધર્માંતરણ અને યૌન ઉત્પીડનનું મસમોટું કૌભાંડ, HR મેનેજર નિદા ખાનની સંડોવણી મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અંગે એક મોટો ખુલાસો થયો છે, જેણે દેશને હચમચાવી નાખ્યો છે. આ મોટી કંપનીની આઠ મહિલા કર્મચારીઓએ જાતીય સતામણી અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો છે, જેનાથી કોર્પોરેટ કાર્ય સંસ્કૃતિ પર સવાલો ઉભા થયા છે. મહિલા કર્મચારીઓ પર દબાણનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં હવે આરોપીઓ દ્વારા યુવાનો અને મહિલાઓને પોતાની જાળમાં ફસાવવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓનો ખુલાસો થયો છે.ટાઈમ પૂરો થયા પછી પણ ઓફિસમાં રોકતા હતા આરોપી
હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરવાનુ કહેવામાં આવતુ
ઓફિસમાં આરોપીઓને હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરવાનુ કહેવામાં આવતુ. આ દાવો એક પ્રત્યક્ષદર્શી કર્યો છે. આ મામલે 9 ફરિયાદો નોંધવામાં આવી છે. પોલીસ અત્યાર સુધી 6 પુરૂષો અને એક મહિલા સહિત સાત કર્મચારીઓની ધરપકડ કરી ચુકી છે. એક અન્ય મહિલા કર્મચારી હાલ ફરાર છે.
ટીસીએસના નાસિક ઓફિસમાં એક કૉન્ટ્રેક્ચ્યુઅલ વર્કરે જણાવ્યુ, તેઓ કહેતા કે હિન્દુ યુવતીઓને તમારી ગર્લફેંડ બનાવો અને તેમની સાથે લગ્ન કરો. તેઓ ધર્મ બદલવાનુ કહેતા હતા અને પોતાના ધર્મ વિશે વાતો કરતા હતા. આ માટે તેમને પૈસા પણ આપવામાં આવતા. આ પ્રક્રિયા 2021 થી ચાલી રહી હતી. આ માટે એચઆર મેડમને પણ પૈસા આપવામાં આવતા હતા.
સીનિયર્સએ કર્યુ માનસિક અને યૌન ઉત્પીડન
ગયા અઠવાડિયે, પોલીસે આઠ મહિલા કર્મચારીઓ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદોની તપાસ માટે એક SIT ની રચના કરી હતી. તેમનો દાવો છે કે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા તેમને માનસિક અને જાતીય સતામણીનો ભોગ બનાવવામાં આવ્યા હતા. HR વિભાગે તેમની ફરિયાદોને અવગણી હતી. આ ઘટનાઓ ફેબ્રુઆરી 2022 અને માર્ચ 2026 વચ્ચે બની હતી.
છ આરોપીઓ, જેમાં ઘણા ટીમ લીડર અને એન્જિનિયર છે, તેમની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યની તપાસ ચાલુ છે.
ધરપકડ કરાયેલા લોકોમાં આસિફ અંસારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમન અને તૌસિફ અત્તારનો સમાવેશ થાય છે. સમાચાર અહેવાલ મુજબ, અન્ય એક કર્મચારી, અશ્વિન ચૈનાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, પોલીસ અન્ય એક HR અધિકારીની પણ શોધ કરી રહી છે.
મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા ગિરીશ મહાજને જણાવ્યું હતું કે “કંપનીના ચારથી પાંચ મુસ્લિમ કર્મચારીઓ અને કેટલાક અધિકારીઓએ છોકરીઓને નોકરી અને સારા પગારનું વચન આપીને લલચાવી હતી”. તેમણે દાવો કર્યો હતો કે મહિલાઓને “નમાજ પઢવા અને રોઝા રાખવા માટે મજબૂર કરવામાં આવી હતી”.
કંપની, TCS એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે “શૂન્ય-સહિષ્ણુતા નીતિ” જાળવી રાખે છે અને તપાસ હેઠળના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, HR ને અગાઉ કરવામાં આવેલી ફરિયાદોનો નિકાલ કેમ ન થયો તે અંગે પ્રશ્નો હજુ પણ ઉભા છે.
પોલીસે ACP રેન્કના અધિકારીના નેતૃત્વમાં 12 સભ્યોની SIT ની રચના કરી છે અને કહ્યું છે કે તપાસ ટેકનિકલ અને ભૌતિક પુરાવા બંને પર આધારિત છે.

