Under the rule of Police Commissioner GS Malik, liquor and gambling dens became openly active.

Under the rule of Police Commissioner GS Malik, liquor and gambling dens became openly active.
Thank you for reading this post, don't forget to subscribe!અમદાવાદ શહેર ચૂંટણીનો માહોલ પૂરો થતાં સરદાર નગર પોલીસ ગેલમાં આવી ગઈ પોલીસ કમિશનર જીએસ મલિક ની પરવા કર્યા વગર સરદાર નગર પોલીસે મૌખિક સૂચનાઓથી છારાનગરમાં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂ ,દેશી દારૂ ,જુગાર- દાણા ના જુગાર રમવા માટે ખુલ્લેઆમ અડ્ડાઓને પરવાનગી આપી દીધી છે અને અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બુટલેગરો દ્વારા શરૂ થઈ ગયેલ છે આ બુટલેગર ઉપર ગોપાલ મહેરબાન તો મૂંગડા પહેલવાન બની ગયેલ છે છારાનગર ની બાજુમાં અડીને આવેલ મોચીપાડા માં મૂંગડા સુધીર નામના છારા એ જુગારનો અડધો શરૂ થયેલ છે રોજના લાખો રૂપિયાના હાર જીતકરી જુગારમાં લોકો જુગાર રમી રહ્યા છે અને કોઈ જીતે છે કોઈ હારે છે આમાં મલાઈ ખાનારા વ્યક્તિઓ માં મેન ગોપાલ અને જુગારનો ચલાવનાર મૂંગડો
જનતા બરબાદ થાય તેવું જ સરદાર નગર પોલીસ વિચારી રહી હોય તેવી ચર્ચા લોકો કરી રહ્યા છે ગુજરાતમાં દારૂ અને જુગાર પ્રતિબંધ હોવા છતાં સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંગો તેટલો અને જોઈએ તે બ્રાન્ડનો દારૂ મળી આવે છે અને જુગાર રમવા માટે જેવી જોઈએ તેવી ફેસીલીટી ઉપલબ્ધ છે સરદાર નગરમાં અસંખ્ય દારૂના અડ્ડા ચાલે છે તેમાં સાવન નામનો બુટલેગર ઇંગલિશ દારૂ ના અડ્ડાઓ ચલાવે છે
અગાઉ આ સાવનછારા એ સરદાર નગર પોલીસમાં જ એસીબી કરાવી ચૂકેલ છે
એક કહેવત સાચી પડે છે
સૈયા મોહે કોટવાલ તો કાહેકા ડર
ગોપાલ મહેરબાન અને સાવન અને મૂંગડા માલામાલ
પોલીસ કમિશનર અમદાવાદમાં કોઈ પણ ગુનો ડિટેકશન થાય તો પ્રેસ નોટ માં એવું લખી ને મોકલાવે કે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી સેક્ટર 2 સાહેબની સૂચનાથી ક્રાઈમના ડીસીપી સાહેબની સૂચનાથી અને પછી જે તે પોલીસે કામગીરી કરી હોય તેમનું નામ લખી અને ફોટા મોકલે છે
તો આ જુગારના અડ્ડા છારા નગરમાં ચાલતા મોચીપાડા વાળા ઉપર પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ડીસીપી સાહેબની સૂચનાથી સેક્ટર સાહેબની સૂચનાથી આ ગોપાલે દારૂ જુગારના અડ્ડાઓને ખુલ્લો દોર આપ્યો છે?
કેમ એસીબી બે થી ત્રણ કિલોમીટરના અંતરે હોવા છતાં કેમ જુગારના પૈસા ઉઘરાવનાર ગોપાલને પકડતી નથી? શું કામ પોલીસ સ્ટેશનના પીઆઇઓને છાવરે છે એસીપી નો વહીવટદાર કોણ? ડીસીપી નો વહીવટદાર કોણ? જો વહીવટદાર ના હોય તો એસીપી અને ડીસીપી ઝોને 4 કેમ એક્શન નથી લેતા ? શું આમાં ભીનું સંકેલાઈ જવાની સ્થિતિ લાગે છે? કે પછી તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ
ગુનેગારે પોતાનું નામ નહીં જણાવવાની શરતે જણાવ્યું કે પોલીસને હપ્તા આપી આપીને થાકી જઈએ છીએ કંઈ વધતું નથી હવે શું કરવું હવે ?
એક સમય એવો હતો કે છારાનગરમાં ઝોન4 ડીસીપીએ રેડ પાડી અને ત્યાંના લોકોને ખોટા રસ્તે જવાની ના પાડી હતી અને કહ્યું હતું કે સારો રસ્તો અપનાવો પોલીસ અને સરકાર તમારી સાથે છે તમને સારા વ્યવસાય કરવામાં સરકાર મદદ કરશે પરંતુ અધિકારીઓ બદલાઈ જાય નવા અધિકારીઓ આવે અને અમુક લાંચિયા અધિકારીઓ ને પોતાના ખિસ્સા ભરવામાં જ રસ હોય તેથી ગુનાહિત પ્રવૃત્તિ આચરનારા લોકોને સુધારવા ને બદલે પોતાની મલાઈ ખાવામાં વ્યસ્ત રહેતા હોય તેવું દ્રશ્યમાન થાય છે
ભાડમે જાય જનતા અપના કામ બનતા
કોણ આ ગુનાહિત પ્રવૃત્તિઓને બંધ કરાવશે શું જુગાર પોલીસ માટે આવકનું સાધન બની ગયો છે? એસીબી ડાયરેક્ટર આઈપીએસ એસોસિયનમાં અગ્રણી હોય તેથી શું લાંચિયા અધિકારીઓની એસીબી થવી જોઈએ કે નહીં ? કે પછી આવી જ રીતે જુગારની બદી ઓ ચાલુ રહેશે વધુ વાંચતા રહો અમારો વિસ્તૃત અહેવાલ

