BJP's Bhupendrasinh Jhala, who collected crores of rupees from Ponzi scheme, abscondingBJP's Bhupendrasinh Jhala, who collected crores of rupees from Ponzi scheme, absconding

હિંમતનગરઃ ગુજરાતનું સૌથી મોટું એક કા દો કૌભાંડ હવે સામે આવી ગયું છે, ઉંચા વ્યાજની લાલચ આપીને અંદાજે 5000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખવામાં આવ્યું છે, આ કેસમાં ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપના અનેક સ્થળો પર દરોડા કરવામાં આવ્યાં છે.રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપીને કંપનીના સીઇઓ ભૂપન્દ્રસિંહ ઝાલાએ કરોડો રૂપિયા ઘર ભેગા કરી લીધા છે, અગાઉ બિટકોઇન અને અન્ય ડિઝિટલ કરન્સીમાં રોકાણ કરવાની વાત પણ સામે આવી હતી. આ કંપનીના એજન્ટોને ત્યાં પર રેડ કરાઇ છે. તપાસમાં સામે આવ્યું છે કે બેંકો કરતા અનેકગણું વળતર આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે.સીઆઇડી ક્રાઇમ દ્વારા ગાંધીનગર, હિંમતનગર, રણાસણ, મોડાસા, ગાંધીનગર, માલપુર, વડોદરા સહિતના ઠેકાણાંઓ પર દરોડા કરવામાં આવ્યાં છે. અંદાજે 50 પોલીસકર્મીઓ 7 જેટલી જગ્યાએ દરોડામાં જોડાયા છે.

બીઝેડ ફાઇનાન્સ કંપનીમાંથી કોમ્પ્યુટર સહિત અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું હોવાની ચર્ચાઓ છે.સીઆઇડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે કે તેને બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુનો દાખલ કર્યો છે, છેલ્લા એક મહિનાથી આ લોકોના ઠેકાંણાંઓ પર વોચ રાખવામાં આવી રહી હતી, અત્યાર સુધીમાં 175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યાં છે. BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા લોભામણી સ્કીમો આપીને ખાસ કરીને શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. CIDની ટીમે રેડ દરમિયાન 16.37 લાખ રૂપિયા રોકડા, એગ્રીમેન્ટ અને એજન્ટોના નામોની યાદી મળી છે. સાથે જ સામે આવ્યું છે કે એજન્ટોને 25 ટકા સુધીનું કમિશન પણ આપવામાં આવતું હતુ. આરોપીએ થોડા સમય પહેલા જ હિંમતનગરમાં ગ્રોમોર કોલેજ અંદાજે 100 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપના દબાણ બાદ પાછી ખેંચવી પડી હતી, ઝાલાના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથેના ફોટો પણ સામે આવ્યાં છે, આ કેસ મની લોન્ડરિંગનો હોવાથી ઇડી દ્વારા તપાસ કરાવવી જરૂરી છે, અહીં કરોડો રૂપિયાની હેરાફેરી થઇ છે, ત્યારે ભાજપનો ખેસ પહેંરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારી ગેંગ પર કડક કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Translate »
error: Content is protected !!