Female fake officer caught, identified as DySP

આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની પોલીસે પૂછપરછ હાથ ધરી
Thank you for reading this post, don't forget to subscribe!Female fake officer caught, identified as DySP
આ વખતે નકલી મહિલા અધિકારી પકડાઈ છે. પોતાને DySP ગણાવતી આણંદના સોજીત્રાની નિશા વ્હોરાની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
હવે તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારી પણ નકલી હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં DySP તરીકે નિમણૂંક પામી હોવાનો દાવો કરનાર સોજીત્રાની નિશા વોહરાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આણંદના સોજીત્રાની નિશા વ્હોરા પોતાને DySP તરીકે ઓળખાવતી હતી

સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અભિનંદન આપ્યા હતા.
અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો તે દાવો કરતી હતી. બે વર્ષ પહેલા તેણે GPSCમાં પ્રથમ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી હોવાની ખોટી પ્રસિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, પણ સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અભિનંદન આપ્યા હતા.નિશા વહોરાનું સન્માન સોજીત્રાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ કરી ચુક્યા છે. જે-તે સમયે નિશા વ્હોરાએ GPSCની પરીક્ષા પાસ કરવા માટે સંઘર્ષની ખોટી કહાની પણ કહી હતી. તૈયારી માટે કોઈ ક્લાસિસ જોઈન કર્યા વગર જ આપબળે સફળતા મેળવી હોવાનો નિશાએ દાવો કર્યો હતો.

GPSCના રિઝલ્ટમાં ક્યાંય નિશાનું નામ જ નથી.
જો કે, તપાસ કરતા જાણવા મળ્યું કે GPSCના રિઝલ્ટમાં ક્યાંય નિશાનું નામ જ નથી. નિશા વોહરા ક્યાંય નોકરી પણ નથી કરતી. તપાસ કરતા તમામ વાતો ઉપજાવી કાઢેલી નીકળી ત્યારે આણંદ પોલીસ હરકતમાં આવી ગઈ.ત્યારે નકલી DYSPનું ભૂત ધૂંણતા આણંદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નિશા વહોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી છે. મોડી રાત સુધી મહિલા અધિકારીની ટીમ દ્વારા પૂછપરછ કરાઈ. પોતાને DYSP કહેતી નિશા વહોરા સામે સવાલો ઉભા થયા છે. નિશા વોહરાએ પોતાનો ખોટો પ્રચાર-પ્રસાર શા માટે કર્યો

