બમ બમ ભોલે નાદ સાથે મહાશિવરાત્રી પર્વ માં ચકુડીયા દાદા ના દર્શન કરવા ભક્તોની મહેરામણ ઉમટી પડી
અમદાવાદ શહેર માં રખિયાલ વિસ્તારમાં જય ચકુડીયા મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે સવારના વહેલી સવારથી ભક્તો ભોલે બાબાના દર્શન કરવા માટે વિધિવત પૂજા કરવા માટે ઉમટી પડ્યા હતા ચકુડિયા મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે સવારે ચાર વાગે મહા આરતીનું આયોજન થયું ભોળાનાથને એક મણ દૂધનો અભિષેક કર્યો અને સવા લાખ બિલીપત્ર ચઢાવવામાં આવ્યા મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં અખંડ ધૂન આખો દિવસ શરૂ રહેશે અને દર્શનાર્થીઓ માટે બરફના મહાદેવ બનાવવામાં આવ્યા છે તેના દર્શન સાંજે સાડા ચાર વાગે ખુલ્લા મુકવામાં આવશે શિવરાત્રીની રાત્રે 12:00 વાગે મહાપુજા પ્રારંભ થશે અને સવારે 04:00 વાગે પૂર્ણ થશે બીજા દિવસે ભગવાનને પારણા કરવામાં આવશે આ ધાર્મિક દિવસ નિમિત્તે મહાદેવના પટાંગણમાં ભાવિક ભક્તોને દાદાના દર્શન થશે અને પ્રસાદનો લાભ મળશે