
દિવાળી હિંદુ ધર્મનો પ્રકાશ અને આનંદનો તહેવાર છે. ભગવાન રામચંદ્રજી લંકા વિજય પછી અયોધ્યા પરત ફર્યા ત્યારે પ્રજાએ દીપ પ્રગટાવી આનંદ વ્યક્ત કર્યો, એ જ સ્મરણરૂપ દિવાળી ઉજવાય છે.
Thank you for reading this post, don't forget to subscribe!દિવાળી હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને આનંદમય તહેવાર છે. આ તહેવાર પ્રકાશનો પ્રતિક છે — અંધકાર ઉપર પ્રકાશની, દુઃખ ઉપર આનંદની અને અસત્ય ઉપર સત્યની જીતનું પ્રતિનિધિત્વ કરે છે.
હિંદુ શાસ્ત્ર મુજબ, ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણનો સંહાર કર્યા બાદ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પરત ફર્યા હતા. અયોધ્યાના નાગરિકોએ આનંદની લાગણીથી પોતાના ઘરોમાં દીપ પ્રગટાવી ભગવાનનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગને સ્મરણાર્થ દર વર્ષે કાર્તિક અમાસ્યાને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.
દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ઉજવાય છે —
ધનતેરસ – આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના માટે.
કાળીછોદસ – અશુદ્ધિઓ દૂર કરવાની અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે.
દિવાળી – લક્ષ્મી પૂજન અને આનંદોત્સવનો મુખ્ય દિવસ.
નવું વર્ષ – નવા પ્રારંભ અને શુભ આશીર્વાદનો દિવસ.
ભાઈબીજ – ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર.
દિવાળીના દીવા માત્ર ઘરને નહીં, પણ હૃદયને પણ પ્રકાશિત કરે છે. આ તહેવાર આપણને સત્ય, પ્રેમ અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.

