Crowd of devotees gather to have darshan of Somnath Dada on the first Monday of Shravan month

On the first Monday of the month of Shravan, devotees are immersed in the devotion of Bholanath. A crowd of devotees gathers to have darshan of Somnath Dada.
Thank you for reading this post, don't forget to subscribe!આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર એટલે સવારથી શિવ મંદિરોમાં ભક્તોને ભીડ જામી હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુજી ઊઠ્યા શ્રાવણ માસ અને એક રીતે પવિત્ર હોવાથી અનેક ભક્તો ઉપવાસ કરે છે આ ઉપવાસની પણ એક વાર્તા છે ઘણા વર્ષો પહેલા એક ધનવાન શેઠ શેઠાણી ને બાળક ન હતું તેથી બંને શિવ ભક્ત હોય તેમણે દર સોમવારે વ્રત કરવાનું શરૂ કર્યું ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તેમના ઘરે પુત્રનો જન્મ થયો થોડા સમય બાદ આકાશવાણી થઈ કે આ બાળક 12 વર્ષ ની ઉંમર મૃત્યુ પામશે માતા પિતાએ તેનું નામ અમર રાખ્યું અને તેને ભણવા માટે કાશી નગરી મોકલી દીધો તે કાશીમાં અનેક સાધુ સંતોના આશીર્વાદ લઇ અને તેનું જીવન વિતાવવા લાગ્યો આ વચ્ચે રાજા ની પુત્રીને લગ્ન હોય છે અને વરરાજા એક આંખ વાળો હતો. રાજાના ડરથી વરનો પરિવાર અમર ને વરરાજો બનાવી દે છે અને અમર લગ્ન બાદ રાજકુમારીને હકીકત જણાવી દે છે તેની સાચી વાત રાજકુમારી સ્વીકારે છે આ વચ્ચે પણ ઉંમર 12 વર્ષને પાર કરી જાય છે તેણે કરેલા સત્કર્મો જોઈને તેને ભગવાન શિવ ના આશીર્વાદ મળ્યા એટલે યમરાજ પણ તેનો મૃત્યુ હણી શક્યા નહીં આ પ્રકારની અનેક વાર્તાઓ પ્રચલિત થઈ છે વાર્તાઓ કરતા પણ ભાવનું મહત્વ વધારે હોય છે શ્રાવણ માસના સોમવારે શિવજીને જળ અને બિલિપત્ર અર્પણ કરવા પણ ભક્તો ની ભીડ લાગે છે તેના વિશેની કથા પણ જાણવા જેવી છે બીલીપત્ર વિશે કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન શિવજીએ જ્યારે કંઠમાં ઝેર લીધું હતું તે સમયે તમામ દેવી દેવતાઓએ શિવજીને બીલીપત્ર ખવડાવવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બીલીપત્ર થી ઝેરનો પ્રભાવ ઓછો કરે છે બીલીપત્ર અને પાણીના પ્રભાવથી ભોળાનંદના શરીરમાં ગરમી શાંત થવા લાગી હતી અને ત્યારથી જ જળ અને બીલીપત્ર ચઢાવવાની શરૂ થઈ છેલ્લે એ જાણવું જરૂરી છે કે આ ભોળા ના ભગવાન ભોળાનાથ છે તેમની પૂજામાં પ્રથાઓ કરતા ભાવનું વધુ મહત્વ છે સાચા ભાવતી કરેલી ભક્તિ તેના ફળ જરૂર આપે છે શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ સોમનાથ દાદાનું મંદિર જેને સોમેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે આ જગ્યાએ શ્રાપિત ચંદ્રમાને ભક્તિ કરવાથી પૂજા કરવાથી શ્રાપ મુક્ત થયેલ ચંદ્રમાનું નામ સોમ છે અને એટલે જ સોમને શ્રાપમાંથી મુક્તિ મળી સોમ એ પૂજા કરી તેથી ભગવાન ભોળાનાથે સોમને શ્રાપમાંથી મુક્ત કર્યા એટલે પ્રથમ જ્યોતિર્લિંગ ને સોમનાથ જ્યોતિર્લિંગ સોમેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે જે કોઈ વ્યક્તિ એકવાર ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પોતાનું મતમસ્તક કરે તેને મોક્ષ મળે છે વૈભવ મળે છે આયુષ્ય સારું રહે છે ભગવાન ભોળાનાથ અને માં પાર્વતી સદાય તેમનું કલ્યાણ કરે છે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની પૂજા અર્ચના કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે જય શ્રી સોમનાથ

