નશા ના (ડ્રગ્સ) કારોબાર ઉપર SOGની લાલ આંખ બે ની ધરપકડ

SOG ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્ઝ સપ્લાયરોથી માંડીને પેડલિંગ કરનારા ઘણા ગુનેગારોના ભોંય ભેગા કરી દીધા છે. ઘણા નાર્કોટિક્સના ગુનેગારોને ઝડપી લઇને ડ્રગ્ઝ સિન્ડિકેટને ધોળે દિવસે તારા બતાવી દીધા છે. આ સ્થિતિમાં કેટલાક ગુનેગાર, કે જે દારૂ-જુગારની હાટડીઓ ચલાવતા હતા, તેમણે હવે સિન્થેટીક ડ્રગ્ઝ કે પછી કફ સિરપનું વેચાણ શરૂ કરી દીધું છે.પૂર્વ વિસ્તારના કેટલાક ગુનેગારો કે જે દારૂનો ધંધો કરતા હતા તેમણે હવે નશીલી દવાઓ અને ડ્રગ્ઝ વેચવાનું શરૂ કર્યું છે. જોકે, હાલ આવા તમામ ગુનેગારો જેલની હવા ખાઈ રહ્યા છે. અમદાવાદ SOG ક્રાઈમે NDPS એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે. કાલુપુરની ભંડેરી પોળમાં રહેતી અમીના બાનું ઉર્ફે ડોન વર્ષ ૨૦૧૫ પહેલાં કોટ વિસ્તારમાં દારૂનો ધંધો કરતી હતી, બાદમાં MD ડ્રગનો ધંધો કરવા લાગી હતી. શાહઆલમ વિસ્તારમાં રહેતો મોહમંદ આરીદ ઉર્ફે કાળિયો શેખ બાપુનગર, શહેરકોટડા, ગોમતીપુરમાં દારૂનો ધંધો કરતો હતો, બાદમાં ડ્રગ્ઝનો ધંધો શરૂ કર્યો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!- અલ્લારખા ઉર્ફે અડુ શેખ જે રામોલનો રહેવાસી છે તે વર્ષ ૨૦૧૭થી દારૂનો ધંધો કરતો હતો. અગાઉ કણભા, રામોલ, સરખેજ, અમદાવાદ રેન્જમાં દારૂના ગુનામાં પકડાઈ ગયો હતો, તેણે ૨૦૧૮ પછી MD ડ્રગ્ઝનો ધંધો શરૂ કર્યો હતો.
- રામોલમાં રહેતો ઇકબાલ ખાન પઠાણ ૨૦૧૯માં દારૂનો ધંધો કરતો હતો અને ૨૦૧૯માં જ શામળાજી પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પકડાયા બાદ તેણે નશીલી દવાઓ, ડ્રગ્ઝનો ધંધો શરૂ કરી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
- શાહઆલમમાં રહેતો સલીમ ઉર્ફે ચાવાલા પટેલ ૨૦૧૦થી દારૂનો ધંધો કરતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારૂના ગુનામાં તેની ધરપકડ કર્યા બાદ તેણે પણ ડ્રગ્ઝ તથા નશીલી દવાઓ વેચવાનું શરૂ કરી દીધું હતું.

