
કમિશનર થેનારસન ને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી અને નાના માણસોના કામમાં દેખાય છે
Thank you for reading this post, don't forget to subscribe!અમદાવાદ સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર થેનારસન દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતા કરોડો રૂપિયાના બિલ્ડીંગ બનાવવાના કામો પુલ બનાવવાના કામો તેમજ રોડ અને આરસીસીના કામો કે જેની બિલની કિંમતો કરોડો રૂપિયાની હોય આવા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો ની કામગીરી ચેક કરવાની જગ્યાએ નાની નાની એનજીઓ કે જે સફાઈ ને લગતી તેમ જ ગટરને લગતી કામગીરી કરતી હોય કે જેનું બિલ મહિને ૨૫૦૦૦ કે ૫૦,૦૦૦ સુધીનું બનતું હોય આવા નાના નાના લોકોની એનજીઓ કામ કરતી હોય જેમાંથી મહિને મજદૂરોના પગાર બાદ કરતા માંડ પાંચથી દસ હજાર રૂપિયા નફો મળતો હોય તેમની નાની નાની સંસ્થાઓનું ચેકિંગ ભારપૂર્વક કરવામાં આવી રહ્યું હોય છે ખરેખર તો કરોડો રૂપિયાના બિલ બનતા હોય અને શંકા ના દાયરા માં હોય તેવા મોટા કોન્ટ્રાક્ટરોની કામગીરી તપાસવાની જગ્યાએ નાના નાના કોન્ટ્રાક્ટરોની મંડળી કે એનજીઓ તપાસ કરી તેમને હેરાન પરેશાન કરી રહ્યા હોવાથી ચર્ચાઓ જાણવા મળી છે જેથી નાના નાના કોન્ટેક્ટરોના મનમાં મ્યુનિસિપલ કમિશનર માટે રોષ દેખાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોટા વ્યક્તિઓના કામની તપાસ કરવી જાેઈએ કેમ કે તેમના કામમાં મોટાભાગના શંકાસ્પદ કામોથી ભ્રષ્ટાચાર થતો હોય પરંતુ લાગતા વળગતા કર્મચારીઓ દ્વારા તેમને ભ્રષ્ટાચાર ની રકમ મળતી હોવાથી તેમની કામગીરી બહાર આવતી નથી અને જાે મ્યુનિસિપલ કમિશનર પ્રમાણિકતાથી તપાસ કરે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મોટા કોન્ટ્રાક્ટરોના માધ્યમથી થઈ રહ્યો હોય તે બહાર આવી શકે

