State Monitoring Cell seizes e-cigarettes in Bodakdev area under Ahmedabad Police Commissionerate

અમદાવાદ પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ ગાંધીનગરથી આવી દરોડો પાડયો
Thank you for reading this post, don't forget to subscribe!અમદાવાદના યુવાધનને નશાના રવાડે ચડાવતો E સિગરેટનો જથ્થો SMC એ અમદાવાદ એસજી હાઈવે નજીકથી ઝડપી પાડ્યો છે. લાખોની ઈ-સિગરેટનું વેચાણ કરનાર બે દુકાનદારની પણ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત પોલીસની SMC ને માહિતી મળી હતી કે અમદાવાદમાં એસજી હાઈવે નજીક આવેલ સલિસ્ટર કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી papago pan & luxe નામની દુકાનમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત ઈ-સિગારેટનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.બાતમીના આધારે ગઈ રાત્રિએ SMC ની ટીમે આ papago pan & luxe નામની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે આ રેડ દરમિયાન 4 લાખ 92 હજારની 434 ઈ સિગારેટ, 4 લાખ 24 હજારની રોકડ, બે મોંધી કાર સહિત મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.
ઝડપાયેલ બંને આરોપી મનન પટેલ અને મોહીત વિશ્વકર્માની પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ઈસિગારેટનો જથ્થો મુંબઈના બસીર ઉર્ફે સબાન પાસેથી મંગાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ બોડકદેવ પોલીસને સોંપી છે અને બોડકદેવ પોલીસે ફરાર આરોપી બસિર ઉર્ફે સબાનની શોધખોળ શરૂ કરી છે.

